________________
••• .. ..
૧૫૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ મજકુર પાના બાબત જ મારી પ્રતિજ્ઞા હોવાથી, તે સિવાયની તમે ગમે તેટલી વાતો લખશો તોય મારે તો મુખ્યત્વે આ વાત જ જણાવવાની રહેશે, માટે હજુય ઇચ્છા થાય તો મા.શુ.૧ના પત્રમાં જણાવેલી રીતિએ મજકુર પાના બાબતના પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવાની તમારી કબુલાત લખી મોકલશો, નહિતર આ વિશે પત્રાદિ લખવા વિગેરે પડતું મૂકશો. શ્રી વીર સં. ૨૪૬૭, વિ.સં. ૧૯૯૭, માગશર વ. ૫ ગુરૂવાર, તા. ૧૯-૧૨-૪૦.
મુનિ ભદ્રંકરવિજય સહી દ. પોતે
પૂ. આચાર્ય દેવ શ્રીમત્ સાગરાનંદસૂરિજી તરફનો શ્રી સિદ્ધિસૂરિજીને પત્ર
આનંદસાગર, પાલીતાણા માગસર વદ ૯ સિદ્ધિસૂરીજી ભદ્રંકરવિજયનું માર્ગ. કૃષ્ણા સાતમીએ કાર્ડ મલ્યું. વ્યર્થ તમારા તે કથનમાં સ્પષ્ટપણે વિષય તિથિચર્ચાનો હતો તેથી તે જવાબદારી તમારે ઉપાડવી જોઇએ.
તે પાનાના શ્રી આનંદવિમલસૂરીજીના બે તેરસના લખાણને સાબીત કરવાની ના છે જ નહિ, પરંતુ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ સંબંધી જ તમારું મંતવ્ય અને કર્તવ્ય થયું છે તેથી તમેજ ધરણેન્દ્રસૂરીથી આ પરંપરા છે એમ તમોએ જણાવ્યું છે, માટે જણાવ્યા પ્રમાણે જ તમારે તમારી સહીથી જ મારી મુજબ પ્રતિજ્ઞા મોકલવી.
તા.ક. અનેક વખત સ્પષ્ટ લખ્યા છતાં તમારી સહીથી પ્રતિજ્ઞા નથી મોકલતા તે નહિં આવો કે પ્રતિનિધિ નહિં મોકલો તો પણ સભામાં ચર્ચાશે.
આનંદસાગર સહી દ. પોતે