________________
૧૫ર : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૬ ચાલુ તિથિ વિષયક વધુ પત્ર વ્યવહાર
આચાર્ય શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઉપર આવેલ પત્ર
શ્રી પૂ. પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાવાળુ અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી પાલીતાણા જોગ. માગશર વ. ૧નો લખેલો તમારો પત્ર મળ્યો. મા. શુ. ૭ના લખીને મા. શુ ૧૦ના રવાના કરેલો તમારો પત્ર મા. શુ. ૧૧ના મને મળતાં તેનો જવાબ લખાવીને મા. શુ. ૧૩ના તમારા તરફ રવાના કરાવ્યો છે. શું તે પત્ર નથી મળ્યો ?
પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આચરણા આદિ દર્શાવનાર તરીકે, આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજી દ્વારા લખાવીને તથા જૈન' આદિમાં છપાવીને પ્રચારાયેલા પાના બાબત જ પ્રતિજ્ઞા કરીને, મજકુર પાનું જો શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું પૂરવાર થઈ જાય તો તેમાં જણાવ્યા મુજબ માનવા-વર્તવાની તથા તેમ નહિ માન્યા-વર્યા બદલ પ્રાયશ્ચિત લેવાની જવાબદારી મેં સ્વીકારી હતી. ખુલાસાઓ દરમ્યાન આ એક પાના બાબત જ મેં પ્રતિજ્ઞા કરેલી હોવાથી, પહેલાં પુરાવાઓ અને લેખિત ખુલાસાઓ આપીને મજકુર પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું છે તેમ પૂરવાર કરી આપો અને પાનાનો નિર્ણય થયા બાદ તમારી ઇચ્છા હશે તો બીજી વાત વિચારીશું તથા તેમાં મારી ભૂલ થયેલી જણાશે તો તે બદલ પણ “
મિચ્છામિ દુક્કડં દેતાં હું અચકાઇશ નહિ તમે પૂરેપૂરી ખાત્રી રાખજો - આવું મેં તમને મા. શુ. ૧ના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું. તે પછીના પત્રોમાં પણ, મજકુર પાના બાબત જરૂરી પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવા તમો તત્પર બનો એવી મેં માંગણી કરી હતી. આમ છતાં તમે મજકુર પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું કરે તે માટે જરૂરી પુરાવાઓ તેમજ લેખિત ખુલાસાઓ આપવાની મારી વારંવારની માગણીનો સ્વીકાર કર્યો નથી. એટલું જ નહિ, પણ આડી-અવળી વાતો કરીને તમે મૂળ મુદાને ઉડાવવાનો જ પ્રયાસ કર્યો છે. આથી જણાવવાની ફરજ પડે છે કે - કાં તો મા.શુ.૧ના પત્રમાં જણાવ્યા મુજબની પાના બાબતના પુરાવાઓ તથા લેખિત ખુલાસાઓ આપવાની તમારી કબુલાત લખી મોકલો અગર તો આવા પત્રો લખવા આદિ છોડી દો !