SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭. (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ સાગર સમાધાન છે પ્રશ્ન - ૧ : શ્રીદશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે શ્રીપર્યુષણા કલ્પ છે તેનું ext આટલું બારશે પ્રમાણ ખરું? સમાધાન - જો શ્રીકલ્પસૂત્રનું વિદ્યમાન મોટું પ્રમાણ હોત નહિં તો દશ અધ્યયનવાળા શ્રી દશાશ્રુતસ્કંધમાં શ્રી દશવૈકાલિકના દશ અધ્યયનોમાં જેમ પાંચમા અને છઠ્ઠા અધ્યયનને મધ્ય મંગલમાં લીધું, તેમ અહિં પણ પાંચમા છઠ્ઠા તું અધ્યયનને મધ્ય મંગલ તરીકે લેત, પરંતુ ચૂર્ણિકાર ભગવંતોએ જે આઠમા અધ્યયનને મધ્ય મંગલ તરીકે ગણ્યું તે વર્તમાનપરિમાણની અપેક્ષાએ જ II હોય. છે C) પ્રશ્ન - ૨ : છેલ્લા શ્રુતકેવલિ ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ જો કલ્પસૂત્રની રચના છે, કરી છે તો પછી શ્રી કલ્પસૂત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીથી આગળની પટ્ટાવલી છે કયાંથી આવી? W, સમાધાન - પ્રથમ પ્રશ્રકારે એ વિચારવાનું છે કે પર્યુષણાકલ્પશબ્દનું તાત્પર્ય છે. સામાચારીના સૂત્રોમાં છે અને તે જ નવમાં પૂર્વથી ઉશ્કેરલ છે, તો પછી શું છે તેમાં જિનેશ્વર મહારાજાઓનાં ચરિત્રો તે કલ્પસૂત્રમાં જણાવવાની શી જરૂર છે છે? જો એનું સમાધાન એમ દેવામાં આવે કે જેવી રીતે પર્યુષણા વખતે . પર્યુષણાકલ્પનું કથન આદ્યાત્ય જિનશાસનમાં આચાર રૂપ છે, છતાં તેમાં મંગલની જરૂર હોવાથી મંગલરૂપે જિનેશ્વરોનું કીર્તન કરવામાં આવ્યું છે તો પછી જેવી રીતે પરગુરુરૂપ શ્રી જિનેશ્વરોનું વર્ણન મંગલને માટે છે, તેવી જ રીતે અપરગુરરૂપ સ્થવરોનું કથન પણ મંગલરૂપ હોવાથી તે હોવું જ જોઇએ અને તેથી જ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ પોતાના ગુરૂ સુધીની પટ્ટાવળી સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરતાં લખી છે તેમ તે વ્યાજબી જ છે. પટ્ટાવલિકારો પણ તે પર્યુષણા કલ્પના સ્થવિરાવલિના સંબંધથી પટ્ટાવલી જણાવવાનું કહે છે. કેટલાક વિવરણકારો પણ પોતાના ગુરૂ સુધી પટ્ટાવલી લે છે. પરંપર ગુરૂ સ્મરણની માફક અનન્તરગુરૂના સ્મરણની મંગલતાનો , તો કોઇથી નિષેધ થાય તેમ પણ નથી. શ્રીસામાચારીની પાછળ સકલ દેવાદિપર્ષદાની હકીકત પણ પૂર્વથી ઉદ્ધરવાને લીધે એ સામાચારીને અંગે છે, લાગુ પડે એટલે કલ્પકર્ષણનો જે શ્રીનિશીથમાં ગૃહસ્થાદિ આગળ અભાવ છે
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy