________________
૧૪૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ જ
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) શુદ્ધિને માટે કરાતી પ્રતિક્રમણ ક્રિયામાં પણ વૅ અ ર ળફ એમ જણાવવાનું નિયમિત કરેલું છે, તેનો અર્થ એ જ છે કે કોઈપણ સ્વજન કે પરજન, શત્રુ કે મિત્ર, અપરાધી કે અનપરાધી હોય, છતાં તેની સાથે બદલો લેવાની વૃત્તિ હું રાખતો નથી અને રાખીશ જ પણ નહિં, આવી રીતે જૈનદર્શનમાં આત્મીયદશાની ઉન્નતિ માટે અત્યંતર અને બાહ્ય બને છે
પ્રકારની શાન્તિનું ધ્યેય ઉંચા નંબરે જે રાખવામાં આવ્યું છે તે ધ્યેય ઈતર સર્વદર્શનકારોને હેરસ્પૃહા કરવા યોગ્ય છે.
૩. આવી રીતે શક્તિની ઉત્તમતા છતાં તેની નકલ પણ ઉત્તમ પદાર્થોની નકલની માફક ૩જગા જગા પર પ્રવર્તી રહી છે અને તેથી જ જગતનો હરકોઈ મનુષ્ય શાન્તિના માર્ગથી આ પોતાની વિરૂદ્ધતા કદાપિ જાહેર કરી શકતો નથી અને કરી શકે પણ નહિ, કિન્તુ સર્વ મનુષ્યો જ પોતાને શાન્તિના ઈચ્છુક મનાવવા અને શાન્તિ માટે પ્રવર્તનારા છીએ એમ મનાવવા માગે છે
છે પરંતુ જેમ રાજ્યખાતાઓમાં શાન્તિના નામે અનેક દેશો પચાવી લેવામાં આવે છે. જો અનેકના ભંડારો લઈ લેવામાં આવે છે, અનેક વર્ષો સુધી લંબાય તેવી રીતે યુદ્ધના સંરજામો 3 તૈયાર કરવામાં આવે છે અને એજ શાન્તિના નામે યુદ્ધના ઉપયોગમાં આવનારાં સાધનો પણ બીજાઓને યુદ્ધને માટે દેવાય છે. સુબ્રમનુષ્ય હેજે સમજી શકશે કે આ વસ્તુ શાન્તિની Bર્સિદ્ધિ માટે લેશ પણ નથી, પરંતુ શાન્તિના બહાના નીચે દેશ અને દોલતને હજમ કરી ?
જવાનો રસ્તો છે, એવી જ રીતે ધાર્મિક જગતમાં પણ કેટલાક મહાનુભાવો નવા નવા મતો જ શાસ્ત્રથી વિરૂદ્ધપણે કાઢે છે, ભગવાન તીર્થંકર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા જ
એવા શ્રીજિનશાસનને ડહોળે છે અને ભદ્રિકજૈનોનેળલે પગલે ભરમાવે છે, છતાં શાન્તિનો રડોળ કરતી વખત તો શાન્તિના ઈજારદાર બને છે અને સત્યમાર્ગની પ્રરૂપણા કરનાર, સત્યમાર્ગે સિંચાલનાર અને સત્ય માર્ગને સાબીત કરનારાઓ જ્યારે જ્યારે તે ઉન્માર્ગ ગામીઓના માર્ગને
જુઠો છે એમ સાબીત કરવા આહ્વાન કરે છે, ત્યારે ત્યારે તે ઉન્માર્ગગામીઓ શાનિના 3 આ પડદો એટલો બધો પહોળો કરી નાંખે છે કે જે પડદો તેમના ઉન્માર્ગગામીઓમાં તો વ્યાપી
જાય, પરંતુ કંઈક કંઈક અંશે તે પડદો સન્માર્ગ ગામીઓમાં પણ ફેલાઈ જાય છે. આવી જ રિસ્થિતિમાં જ્યારે કોઈક અવસ્થાએ વૃદ્ધ, ત્યાગમાં મહંત, તપમાં તરી ઉતરેલા અને સમુદાયથી
સેવાયેલા હોય અને તેઓ ખોટી શાન્તિની બાંગ નીચે ઉન્માર્ગને સ્થાપે, પ્રવર્તાવે અને પોષનારા કબને, ત્યારે તો તે શાન્તિના નાટકના પડદાને ખરેખર સુજ્ઞજનતા સંપૂર્ણ હાંસીપૂર્વક જ ઉપાડે 8
# આ સ્થાને એ ચાહના ખોટી નથી કે શાન્તિનો સાચો રસ્તો લેવાની સાથે સત્યમાર્ગને રીઅવલંબન કરનારો મનુષ્ય જ શાસનમાં શોભાને પામી શકે છે. માટે ઉન્માર્ગગામીઓ તેરી
રસ્તે આવે એટલી જ હાર્દિક ભાવના સાથે અહિ વિરમવું જ યોગ્ય છે.