________________
( સાગર સમાધાન
|ળપ્રશ્ન - પત્નોદિ સખ્ત ગો લિવિયાં સુફ ૩૩ો એમ શ્રી પંચાલકજીમાં
શ્રાવકનું લક્ષણ જણાવે છે. વળી સંપત્તવંત પવિયેદં ગUI સુનેરું ય એમ શ્રી શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિમાં શ્રાવકનું લક્ષણ કહ્યું છે, તથા શ્રવતિgતા શ્રતિ વગેરે શ્રાવક શબ્દનો નિરૂકત અર્થ દર્શાવી શ્રી શ્રાદ્ધવિધિ વગેરેમાં શ્રાવકશબ્દનો અર્થ જણાવ્યો છે. તો શું સાધુ ભગવંતો ભગવાન જિનેશ્વરમહારાજના પરલોકને અંગે હિતકારી એવાં વચનોને ભાવથી એટલે ઉપયોગથી સાંભળતા નથી ? અથવા શું સમ્યગુદર્શનાદિએ યુક્ત હોવા સાથે હંમેશાં સાધુ સામાચારીને સાંભળનારા હોતા નથી? અગર તો શું પોતાની શ્રદ્ધાળુદશાને પરિપકવ દશામાં લાવવા વગેરેના કાર્યો શું સાધુ ભગવંતો નથી કરતા? અને જો એ અનેક પ્રકારે જણાવાયેલા લક્ષણો સાધુ ભગવંતોમાં છે તો પછી
સાધુ ભગવંતો માટે શ્રાવકશબ્દ કેમ ન લાગુ કરવો? સમાધાન - જેમ કસ્તૂરીમાં રૂપ અને સ્પર્શાદિ છતાં પણ તેનો ગંધથી વ્યવહાર થાય છે તેમ
બીજા બીજા ગોળ આદિ પદાર્થોનો પણ રસ આદિ સિવાયના ગુણવાળા છતાં પણ રસાદિથી વ્યવહાર થાય છે. તેવી રીતે અહિં પણ સાધુ ભગવંતોમાં શ્રી જિનવચનનું શ્રવણ વગેરે છતાં પણ એકલા શ્રવણની પ્રધાનતા નથી તેથી તેમનો શ્રાવક શબ્દથી નિર્દેશ થતો નથી. પરંતુ જેને શ્રી જિનવચનના શ્રવણની મુખ્યતા છે. તેને શ્રાવક શબ્દથી ઓળખાવાય છે. ખરી રીતે તો આ સ્થાને ત્રણ વર્ગ સમજવાના છે. પહેલો વર્ગ એકલા સાંભળનારાઓનો છે. બીજો વર્ગ શ્રી જિનવચનને સાંભળનાર પણ હોય અને શ્રોતાઓને સંભળાવનાર પણ હોય, તથા ત્રીજો વર્ગ એવો હોય કે જે શ્રીજિનવચનને પોતે સાંભળનાર ન હોય, પરંતુ શ્રોતાઓને શ્રીજિનવચનને સંભળાવનાર જ હોય. આ ત્રણ વર્ગોમાં એકલા શ્રવણનો જ અધિકારી હોય, પણ સંભળાવવાનો અધિકારી ન હોય એવો જે વર્ગ તે શ્રાવક જ કહેવાય છે. તથા જે વર્ગ કેવલિમહારાજઆદિ પાસે શ્રીજિનવચનને શ્રવણ પણ કરે અને શિષ્ય તથા શ્રાવક આદિને શ્રીજિનવચન સંભળાવે પણ ખરો તે બીજો વર્ગ. આ વર્ગમાં તે બધો સાધુ વર્ગ આવે કે જેઓ કેવલજ્ઞાન કે ચૌદપૂર્વ જેવા પૂર્ણજ્ઞાનને ન પામ્યા હોય. ત્રીજો વર્ગ જે ઉપર જણાવવામાં આવ્યો છે તે શ્રોતા ન હોવાથી અને સાંભળનાર તથા સંભળાવનાર હોઇ પહેલા અને બીજા વર્ગમાં નથી, પરંતુ કેવલિમહારાજ અને ચૌદપૂર્વી જેવા સંપૂર્ણ જ્ઞાનીઓનો ત્રીજો વર્ગ છે, કેમકે તેઓ કોઇની પાસે શ્રોતા તરીકે નથી જ. પણ માત્ર સંભળાવનાર જ હોય છે. આ ત્રણ વર્ગો જો બરોબર સમજવામાં આવશે તો સ્પષ્ટપણે માલમ પડશે કે એકલા શ્રવણને કરનારો વર્ગ જે છે તે જ શ્રાવક છે એટલે કેવલ શ્રવણની તેઓને જ મુખ્યતા છે, એવી જ રીતે ઉપાસકશબ્દને માટે એક ઉપાસક એટલે સેવા કરનારો વર્ગ, બીજો ઉપાસક ઉપાસ્યનો વર્ગ, એટલે જે અધિક ગુણવાનોની સેવા કરનાર પણ હોય, અને બીજાઓથી ઉપાસ્ય એટલે સેવાને પામનારો પણ હોય. એવી જ રીતે જીવી ભગવાન તીર્થકરોનો ત્રીજો વર્ગ. કેમકે ભગવાનું જિનેશ્વરો કોઈની સેવા કરનારા નથી, પણ ત્રણે જગતના જીવોને સેવવા લાયક હોઇ કેવલ ઉપાસ્ય જ છે.