________________
૧૩૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ ઉપરનો આખો પત્ર વાંચી વાચકવૃંદ વિચારશે તો સ્પષ્ટ માલુમ પડશે કે
આ વૃદ્ધ તપસ્વી ચર્ચા કરી સત્ય નિર્ણય કરવા માગતા નથી કારણ કે વીરશાસનમાં છપાવ્યા પ્રમાણે જ શ્રી મેઘસૂરીજી દ્વારાએ પણ શ્રી સિદ્ધસૂરીજીએ સહી સાથે પ્રતિજ્ઞાપત્ર મોકલવાનું જણાવ્યું છે અને પ્રતિજ્ઞાઓ પણ અરસપરસ કેવી કરવાની છે તે પણ જણાવ્યું છે તે ચોખું જ છે, છતાં શ્રી મેઘસૂરીજી તે તાર અને મોકલેલા કાર્ડનો અમલ લખ્યા અને જણાવ્યા પ્રમાણે શ્રી સિદ્ધસૂરીજી પાસે કરાવી શકયા નથી એ ચોખ્ખી વાત છે અને તે વાત વરશાસનનો તંત્રી પણ સ્વીકારે છે છતાં તાર ટપાલ કાંઇ મળ્યા જ નથી એમ કહી વાત ઉડાડી દેવા મથે છે, અને ગેરસમજ ફેલાવવાનો ઇરાદો સેવે છે તો પણ સ્પષ્ટ થયું કે શ્રી સિદ્ધસૂરિજી કોઈ પણ પ્રકારે તિથિચર્ચા બાબતની સભામાં આવવા કે પ્રતિનિધિ મોકલવા કે સહી કરી પ્રતિજ્ઞાપત્ર મોકલવા તૈયાર નથી તો પછી વીરશાસનના તંત્રીનું જે કથન છે કે શ્રી સિદ્ધિસૂરીજી તિથિ ચર્ચા કરવા તૈયાર જ છે. તે તેના માત્ર બકવાદ સિવાય બીજું કંઈ નથી અને તેના કથનનું જુઠાપણું વીરશાસનને વાંચનાર સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેમ છે. વળી વાચકોને આથી તેમની મનોદશાનો અચ્છો ખ્યાલ આવી શકશે કે વીરશાસનનો તંત્રી માત્ર નવી ટોળીના પક્ષના ખોટા બચાવ તરીકે પડદા બીબીનું કામ કરે છે, પરંતુ તે નવી ટોળી કોઈ પણ પ્રકારે ચર્ચા કરી શાસ્ત્રીય નિર્ણય કરી સંઘમાં શાંતિ સ્થાપવાને તૈયાર છે જ નહિ.
આમ છતાં આશ્ચર્યની વાત છે કે ભદ્રંકર વિજય દ્વારા નીચે પ્રમાણે પત્ર વ્યવહાર સિદ્ધિસૂરીજીના નામે શરૂ થયો.
શ્રી મેઘસૂરીજી દ્વારા દેવાતા સમાચાર શ્રી સિદ્ધિસૂરીજીને મંજૂર નહિં પણ તેમની આજ્ઞાને નામે ભદ્રંકર વિજયજીની સહીથી લખાતા સમાચારો પ્રામાણિક માનવાને જણાવાય તે શેખઈ કહેવાય કે બીજું કંઈ? અર્થાત્ સિદ્ધિસૂરિજીના નામે કયાં નાટકો ભજવાય છે તે જગત સમજી શકે તેમ છે. ભદ્રકર વિજયનો તા. ૩૦ મીનો લખેલો પત્ર નીચે મુજબ.
પૂ. પરમ ગુરૂદેવ, આચાર્યમહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિકર મુનિ ભદ્રંકરવિજય તત્ર આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી જોગ જણાવવાનું કે - પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજાની આચરણા અને આજ્ઞા આદિ દર્શાવનાર તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજીએ લહીયા પાસે લખાવીને પ્રચારેલું પાનું, કે જેની એક નકલ તેઓએ મને પણ મોકલી હતી તેમજ તેમના સમુદાયના પંન્યાસ શ્રી સંપત વિજયજીની સહીથી જે