________________
૧૩૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પાનાને જૈન અને જૈન ધર્મ પ્રકાશમાં છપાવવામાં આવ્યું હતું તે પાનાને અંગે મને પ્રશ્ન પૂછાતાં તેના ઉત્તર રૂપે મેં એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે મજકુર પાનામાં શ્રી તપગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ છે તેમજ તેમની ભાષા સોલમી સદીની લાગતી નથી. આ વાત પૂરતી જ મેં એવી પ્રતિજ્ઞા જાહેર કરી હતી કે મજકુર પાનું જશ્રી તપાગચ્છની માન્યતા મુજબનું જ તથા સાચું જ છે એમ પૂરવાર થઈ જાય તો હું મજકુર પાનામાં જણાવેલી વાતો માનવા, તે મુજબ વર્તવા અને એથી આગળ વધીને તેમ ન માન્યું અને તેમ ન કર્યું હોય તે બદલ પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું. આ સિવાયની કોઇપણ પ્રતિજ્ઞા મેં કરેલા ખુલાસાઓ દરમ્યાન કરી જ નથી.
એટલે મારી ઉપર જણાવ્યા મુજબની પ્રતિજ્ઞાને કબુલ રાખીને, હું જિજ્ઞાસુ છું અને તમો સમાધાનકાર છો - તેવી રીતે તમો જો જરૂરી પુરાવાઓ અને અમારી શંકાઓના તમોએ લખેલાં સમાધાન મોકલી આપવાની તમારી કબૂલાત લખશો, તો એથી મને આનંદ થશે. આ મુજબની તમારી કબુલાત તમો મારા ઉપર લખી મોકલશો તો તે આવ્યેથી મજકુર પાનાને શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચું ઠરાવવાને માટે કયા કયા પુરાવાઓ અને કઈ કઈ બાબતોનાં સમાધાનો લખીને તમારે અમોને મોકલી આપવાનાં છે, તે અમો તમોને વિગતવાર લખીશું. વિશેષ તમારી કબુલાત આવ્યેથી શ્રી વીર સં. ૨૪૬૭, વિ.સ. ૧૯૯૭ના માગશર સુદ ૧, તા. ૩૦-૧૧-૪૦ શનિવાર.
મુનિ. ભદ્રંકરવિજય સહી દા. પોતે 5 તા.ક. ધરણેન્દ્ર શ્રી પૂજયની વાત પૂનમ અમાસની હાનિવૃદ્ધિએ તેરસની હાનિવૃદ્ધિ સંબંધી નહિ છતાં ઔદયિકી ચતુર્દશી આદિની હેરાફેરીવાળી હતી જ અને એજ મારો મુદો હતો, છતાં ઉપરિસૂચિત પાના બાબતનો નિર્ણય થયા બાદ તમારી ઈચ્છા હશે તો તે વિષે પણ વિચારીશું અને તેમાં મારી ભૂલ થયેલી છે એમ જો મને જણાશે, તે બદલ પણ “મિચ્છામિ દુક્કડમ' દેતાં હું જરાપણ અચકાઈશ નહિ એની તમો પૂરેપૂરી ખાત્રી રાખજો. માગશર સુ. ૧ શનિવાર.
| મુ. ભદ્રંકર વિજય સહી દા. પોતે શ્રી સિદ્ધિસૂરીજી ઉપર વિદ્યાશાળાના સરનામે મોકલેલા પત્રની નકલ - આનંદસાગર પાલીતાણા
તા. ૨-૧૨-૪૦ માગસર સુદ ત્રીજ અમદાવાદ આચાર્ય વિજયસિદ્ધિસૂરીજી
પ્રતિજ્ઞા માટે તાર અને કાર્ડ મોકલ્યા પછી સંઘવી તરફથી તમારા કહેલા સમાચાર પત્રથી મલ્યા છતાં મુનિ ભદ્રંકરવિજય પાસે લખાવેલું તમારું કાર્ડ મલ્યું.