________________
વર્તમાનતિથિ ચર્ચાને અંગે જવાબદારી ઉપાડી વાદી બન્યા ૬ છતાં
- - ૭ આચાર્ય સિદ્ધિસૂરીજી ચર્ચા માટે કોઈપણ પ્રકારે તૈયાર નથી
એ સત્ય ઘટના સંઘવી વ્યંબકલાલના ટપાલ દ્વારાએ આવેલા નીચેના પત્રથી સમજાશે
પૂજય આચાર્ય મહારાજશ્રી સિદ્ધિ વિજય સૂરીશ્વરજીને પોણા ચાર વાગે વાંદવા ગયો હતો. સાથે જેસંગભાઈ સાંકળચંદ ભોળાભાઈ અને લાડોલના બે શેઠીયાઓ હતા. પૂજય આચાર્ય દેવ સાગરાનંદ સૂરીશ્વરજીએ લખાવેલ ત્રણ મુદા વંદન કરી મહારાજશ્રી તરફથી સુખશાતા પૂછી મેં વાંચવા શરૂ કર્યા પહેલું વાંચ્યું કે પોતે કહ્યું કે મારે કાંઈ સાંભળવાની જરૂર નથી, મેં કાંઈ લખાણ કોઈને મારી સહીથી આપ્યું નથી ત્યારે કહ્યું કે આપે ભરસભામાં કહેલ તે વીરશાસનમાં આવ્યું છે અને તેથી આપને આ હકીકત જણાવી છે એમ કહી બીજો મુદ્દો આપણા આચાર્ય દેવે લખાવ્યો તે વાંચ્યો ત્યારે પણ મને અટકાયત પોતે કરતા હતા, છતાં મેં ત્રીજો મુદ્દો પણ પોતાને વાંચી સંભળાવ્યો. અહિંનું પોતાની પાસે કોઈ ન હોતું પછી કહ્યું કે મારી તો નાનપણથી જે માન્યતા છે તે મને જયારે પરાણે આગલાં નાખી બોલાવ્યો ત્યારે મેં કહ્યું કે આજ સુધી બે તેરસો કરી તે શું? અને આપની હવે શું માન્યતા છે ? જવાબ કે મારી માન્યતા પ્રમાણે મેં કહ્યું છે અને આજ સુધી ભૂલ થઈ તે મેં સુધારી છે મારે કાંઈ લેખ લખવા નથી. પ્રતિનિધિ મોકલવાનો નથી. અને મારે કોઈ ભાગ લેવો નથી વિગેરે વાતો જેસીંગભાઈ ભોળાભાઈ વિગેરે રૂબરૂ થઈ છે તે જાણવા લખ્યું છે તે વળતો પત્ર કામ સેવા ફરમાવશો.”