________________
૧૩૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ - આ સાથે સર્વ સંમત નિર્ણય થાય એટલા માટે નીચે પ્રમાણેના ત્રણ રજીસ્ટર કા વીરશાસન કાર્યાલય દ્વારા મોકલવામાં આવ્યા હતા.
આનંદસાગર પાલીતાણા ક. વદ, ૧૩ શ્રી આત્મારામજી મહારાજના આચાર્ય રામચંદ્રસૂરી યોગ્ય -
અનુવંદણા સાથે માલુમ થાય કે જેઓની આજ્ઞા માન્ય કરો તે આચાર્ય સિદ્ધસૂરિજીની તા. ૧૫ના વિરશાસનમાં આ મુદ્દાની જાહેરાતો માફી માંગી પ્રાયશ્ચિત્ત લેવાની શરતે થઈ છે.
૧. શ્રી આણંદ વિમલસૂરીજીની વખત બે પૂનમે બે તેરસો થવાનું અસલ પાનું - લખાણ બનાવટી ૧૯૨૨ પછીનું થયું છે. -
૨. ૧૯૨૨, ૨૬થી ધરણેન્દ્રસૂરી શ્રી પૂજયથી જ પર્વ તિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વત્તર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિનો રીવાજ ચાલેલો છે.
૩. ૧૯૨૨ પહેલાં એ રીવાજ હતો નહિ અને તેનો કોઇ લેખ પણ નથી.
હવે ઉપર જણાવ્યા પ્રમાણે વાદી તરીકે જાહેરાત થઈ છે અને હું પ્રતિવાદી તરીકે પહેલેથી હોવાથી તેથી વિરુદ્ધ માન્યતાવાળો છું ચોમાસું હમણાં ઉતર્યું છે એટલે અમદાવાદમાં વૈશાખ સુધીમાં વાદી તરીકે તમારે આવી શકવાને અનુકૂળ તારીખ જણાવવી.
લી. આનંદસાગર
સહી દ. પોતે તા.ક. ૧. અમદાવાદ નજીકવાળાને તો માગશર બસ થાય પણ દૂરથી આવવાવાળા માટે લાંબી મુદત
જરૂરી. ૨. અર્થની બાબતમાં મતભેદ પડતાં બંનેને માન્ય ગુજરાત કોલેજના પ્રીન્સીપાલ નિયત કરવા. ૩. આ નિર્ણય થવાથી, શ્રી ચતુર્વિધ સંઘની અંદર સરખી પર્વ માન્યતા થવાથી, ઘણી જ શાંતિ ફેલાશે.
લિ. આ. ઉપર પ્રમાણે પત્રની નકલ આત્મારામજી મહારાજના ઉપાધ્યાય જંબુવિજયને તથા આચાર્ય શ્રીસિદ્ધિસૂરીજીના પન્યાસ કલ્યાણ વિજયને તા. ૨૭-૧૧-૪૭ના રોજ મોકલેલી હતી, પરંતુ તે ત્રણે રજીસ્ટર પત્રો તા. ૭-૧૨-૪૦ મીએ પાછા ફરતાં તેની ઉપર લખેલ છે કે સદરહુ નામના માણસ બહાર ગામ છે ઠેકાણું ખબર નથી.
ઉપર પ્રમાણેના તાર અને કાગળ લખવા છતાં તા. ર૯મી નવેમ્બરના વિરશાસનમાં નીચે પ્રમાણે લખાણ આવ્યું.
પૂ. શ્રી વિજય સિદ્ધિસૂરીજી ઉપર આનંદ સાગરજીએ તાર કર્યો જ નથી, અને હજી પણ વિજયસિદ્ધિસૂરીજી ચર્ચા કરવા તૈયાર છે.
આથી ખેદની સાથે જણાવવું પડે છે કે...