________________
૧૩) શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ તિથિ ચર્ચા એ સકલ સંઘનો વિષય હોવાથી અમદાવાદના સદગૃહસ્થોની સહાનુભૂતિ હોય તો જલદી નિર્ણય લઈ સંઘની ઐકયતા થાય એ હેતુથી ઉપર પ્રમાણેના તારની નકલ નીચેના ગૃહસ્થોને પણ મોકલવામાં આવી હતી. ૧. નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ ૯. શેઠ પનાભાઈ ઉમાભાઈ ૨. સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ૧૦. શેઠ માયાભાઈ સાંકલચંદ ૩. સંઘવી શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ૧૧. શેઠ ભોગીલાલ સાંકલચંદ ૪. સંઘવી શેઠ જેશીંગભાઈ કાલીદાસ ૧૨. શેઠ મોહનલાલ ગોકળદાસ
સંઘવી શેઠ ચીમનલાલ લાલભાઈ ૧૩. શેઠ શકરાભાઈ લલ્લુભાઈ મનોર ૬. સંઘવી શેઠ ગીરધરલાલ છોટાલાલ ૧૪. શેઠ ધોલીદાસ ડુંગરશી ધ્રુવ ૭. સંઘવી શેઠ મોહનલાલ છોટાલાલ ૧૫. શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા ૮. સંઘવી શેઠ સોમચંદ મંગલદાસ
સં. ૧૯૯૭ કાર્તક વદ ૧૧ તારમાં જણાવેલી પ્રતિજ્ઞાનો નમૂનો નીચે મુજબ
નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા કરવાની છે. ૧. શ્રી આનંદવિમલસૂરીજીવાળું લખાણ સં. ૧૯૨૨ પછીનું અને બનાવટી છે.
૨. સં. ૧૯૨૨-૨૯ વાળી ધરણેન્દ્રસૂરીજીની વાત બે પૂનમ અમાવાસ્યાની હાનિવૃદ્ધિએ તેરસની હાનિવૃદ્ધિ કરવાની હતી.
૩. સં. ૧૯૨૨ પહેલાં કોઇપણ શ્રી દેવસુર તપાગચ્છીઓ પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરતા નહોતા. ઉપર પ્રમાણે પુરાવાથી સાબીત ન કરું તો માફી માગી પ્રતિવાદી આપે તે પ્રાયશ્ચિત લઉં.
લી. આ. સિદ્ધિસૂરી આ મારી પ્રતિજ્ઞા ૧. શ્રી આનંદવિમલસૂરીજીવાળું લખાણ ૧૯૨૨ પહેલાનું છે. ૨. ધરણેન્દ્રસૂરીવાળી ચર્ચાથી જ તેરસનો રિવાજ થયો નથી. ૩. ૧૯૨૨ પહેલાં પણ દેવસુરવાળામાં તેરસનો રિવાજ હતો. આ પ્રમાણે પુરાવાથી સાબિત ન કરું તો માફી માગું અને વાદિ આપે તે પ્રાયશ્ચિત્ત લઉં.
લિ. આનંદસાગર સહી દ. પોતે