________________
૧૨૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ બીજે દિવસે વિહાર કરી ગયા. આ બધી બનેલી હકીકતથી રામટોળીને સ્થાને સ્થાને ઉત્તર દેવાની મુશ્કેલી થઇ પડી અને બોલવાની જગ્યા પણ રહી નહિ એટલે રામટોળીએ લોકોની દ્રષ્ટિ ફેરવવા માટે ભગવાન મહાવીર મહારાજના જન્મ કલ્યાણકના બહાના નીચે “ભગવાન શ્રી મહાવીર દેવ' નામની ચોપડી કાઢી અને તે ચોપડીમાં શાસનપક્ષની વિરુદ્ધ અનેક પ્રકારે લખવામાં આવ્યું, તેથી શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણાથી નીચે પ્રમાણે તારો કરવામાં આવ્યા. શ્રીકાન્ત C/o. વીરશાસન કાર્યાલય રતનપોળ, અમદાવાદ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો.
આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦
રામચંદ્રસૂરિજી,
જૈન ઉપાશ્રય, ગદગ ધારવાડ
ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો. અહિંથી સુધારવાની ખાતરી રાખવી.”
આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦
ઉપર પ્રમાણે તારો કરવામાં આવ્યા છતાં રામટોળીના આગેવાને પ્રતિનિધિને મોકલ્યો પણ નહિ તેમ અમદાવાદથી પ્રતિનિધિ આવ્યો પણ નહિં. આ તારના પ્રસંગમાં રામટોળીએ પોતાની આદત મુજબ લિખિત પૂર્વકની મૌખિક ચર્ચાથી છટકી જવા માટે પોતાના કથીરના નોકર શ્રીકાન્ત દ્વારાએ નીચે પ્રમાણે કાગળ મોકલ્યો.
છે. શ્રીવીરશાસન કાર્યાલય, રતનપોળ, અમદાવાદ સાગરાનંદસૂરી, પાલીતાણા
તા. ૨૦-૪-૪૦ શનિ. આપનો તા. ૧૯-૪-૪૦નો તાર સાંજના છ વાગ્યે મળ્યો. પૂ. પરમ શાસન પ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને પાલીતાણા આવવા માટે આપે મને જણાવ્યું, એથી આપની પ્રકૃતિ વિષેની મારી માન્યતાને વધુ દૃઢ બનાવનારું કારણ જ આપે પૂરું પાડયું