________________
૧૨૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ સિદ્ધચક્ર) વિગેરે દ્વારા આપવામાં આવેલા હતા અને તે રામટોળીનાં જાણી જોઈને શાસ્ત્રવિરુદ્ધ લખેલાં જુઠાણું પૂરવાર કરી આપવાને અનેક વખતે જણાવવામાં આવ્યું હતું, છતાં રામટોળીમાંથી કોઇપણ એવો મનુષ્ય ન નીકળ્યો કે જે તેમના પર્વલોપકપણાને સાબીત કરે અને શાસન તથા પરંપરાને અનુસરવાવાળા પક્ષને ઉત્તર દે.
રામટોળીમાં મુખ્યત્વે તેમના ઉપા. જંબુવિ.એ તત્ત્વરરંગિણીનું જે ભાષાંતર કર્યું હતું અને ડભોઇથી પોતે બહાર પડાવ્યું હતું, તેમાં જાણી જોઈને શાસ્ત્રવિરુદ્ધ અને કદાગ્રહપૂર્વકનું જુઠાણું ખીચોખીચ ભરેલું હતું, તેથી શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં જયારે તેમનું રહેવું થયું ત્યારે શાસન પક્ષ તરફથી તેમને જણાવવામાં આવ્યું કે તત્ત્વતરંગિણીના અનુવાદમાં તમોએ જાણી જોઈને જે શાસ્ત્રવિરુદ્ધ અનેક જુઠાણાં લખેલાં છે તેને સાબીત કરવા હું તમારી પાસે આવું માટે ટાઇમ આપો. આમ લખ્યા છતાં જંબુવિ. એ વખત ન આપ્યો, પછી બીજો કાગળ તે જ બાબતનો લખવામાં આવ્યો, છતાં પણ વખત ન આપતાં તેઓ પાલીતાણાથી વિહાર કરી ગારીયાધર મુકામે જતા રહ્યા, બીજી વખત જયારે પાલીતાણે આવ્યા ત્યારે પણ શાસનપક્ષવાળા તેમની પાસે ગયા અને તત્ત્વતરંગિણીના અનુવાદનું જુઠાણું સાબીત કરવા જણાવ્યું, પરંતુ તેમણે તે વાત કબુલ કરી જ નહિં. એટલું જ નહિ, પરંતુ જયારે શેઠ મોતીસુખીયાની ધર્મશાળામાં જાહેર સભા ભરીને શાસનપક્ષે ટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે એવું સાબીત કરવા થાળી-પીટાવી દરેક ધર્મશાળાએ ટેલ પડાવી ત્યારે પણ શાસનપક્ષવાળાએ તેમને (જંબુવિ.) તે સભામાં પધારવા વિનતિ કરી છતાં તેઓ સભામાં આવી શકયા નહિં, પછી સભામાંથી પણ અનેક વખત અનેક સાધુઓને બોલાવવા માટે મોકલવામાં આવ્યા છતાં પણ તેઓ આવ્યા નહિં અને સભામાં અનેક પ્રમાણોથી ચતુર્વિધ સંઘ સમક્ષ સાબીત કરવામાં આવ્યું કે લૌકિકટીપણામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ જે શાસન અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ કરે છે તે સર્વથા સત્ય જ છે. આવી રીતે રામટોળીની પીછેહઠ થયા પછી કેટલીક મુદતે તેમણે (જંબુવિ.) એક પત્ર ચર્ચાની તૈયારી કરવા મોકલ્યો. તેનો શાસનપક્ષ તરફથી ચોખ્ખો સ્વીકાર કરવામાં આવ્યો અને રામટોળીનો પક્ષ જે કહે તે મધ્યસ્થી આગળ અને તે કહે તે સ્થાને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર પક્ષની સત્યતા સાબીત કરવાનું જણાવવામાં આવ્યું યાવત્ તેના ઉત્તરનો પ્રત્યુત્તર તેમની (જંબુવિ.) પાસે ગયો, પછી તેનો ન તો તેમણે જવાબ આપ્યો અને ન તો ચર્ચાની ગોઠવણ કરી, પરંતુ એકાએક પાલીતાણાથી