________________
• • • • • •
• •
• •
• •
•
• •
• •
૧૨૫ શ્રી સિદ્ધચક્ર) - વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
રામચંદ્રસૂરીજી
જૈન ઉપાશ્રય ગદગ ધારવાડ ભગવાન શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો અહિંથી સુધારવાની ખાતરી રાખવી. આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦.
ઉપર જણાવેલા પ્રમાણે બે તારો કરવામાં આવ્યા છતાં પણ નથી તો રામવિજયજીએ પ્રતિનિધિ નીમીને શ્રીકાન્તને મોકલ્યો અને નથી તો શ્રીકાન્ત પણ તેમ નિર્ણય કરવા આવ્યો. આ ઉપરથી શ્રી ચતુર્વિધ સંઘ સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રીરામવિજયજીને લિખિત શંકા સમાધાન પૂર્વકની ચર્ચા કરી સત્યનો, નિર્ણય કરવો જ નથી પરંતુ જવાબદારી અને જોખમદારી વગરના માત્ર નોકરો પાસે લખાણો જ કરાવવાં છે. હજી પણ આશા રાખીએ તો અયોગ્ય નથી કે તેઓ પ્રતિનિધિ મોકલી લિખિત શંકા સમાધાન પૂર્વક મૌખિક ચર્ચાથી એનો નિર્ણય કરે.
તા. ક. ૧ ઉપરના તારો તા. ૧૯-૪-૪૦મીએ કરેલા હતા. ૨ લિખિત પૂર્વક મૌખિક ચર્ચા જ સત્યના નિર્ણય માટે જરૂરી હોવાથી એકલાં લખાણોની માગણી કરાય તે નિરર્થક જ છે.
masazute
રામ-શ્રીકાન્તને લખાયેલો પત્ર જૈન જનતામાં એ વાત તો સ્પષ્ટ સાબીત થઈ ચૂકેલી છે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને ચાલનારો વર્ગ લૌકિક ટીપ્પણામાં જયારે પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરે છે, પરંતુ હાલ થોડા વર્ષથી રામટોળીવાળાઓ આરાધનાને અંગે પણ લૌકિક ટીપ્પણા પ્રમાણે જ પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ કરવા માંડયા છે. આ ચર્ચાનો નિર્ણય કરાવનાર છેડો આવે તેટલા માટે લિખિતપૂર્વક મૌખિક ચર્ચા કરવાનો નિર્ણય થયેલો હતો, પરંતુ તેમાં શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાળાઓનો મોટો વર્ગ કોઈ સ્થાનો સુધી વિહાર કરીને આવ્યો, છતાં રામટોળીમાંથી કોઈએ કોઇપણ સ્થાનેથી ખસવા સરખું પણ કર્યું નહિ. એટલે તે વખતે તે નિર્ણય થવો અટકી પડયો. આટલું બન્યા છતાં રામટોળીએ “મીયાં પડયા પણ ટંગડી ઉંચીની માફક છાપાઓમાં જુઠાં અજુગતાં અને શાસ્ત્રવિરુદ્ધ લખાણો કર્યા અને અનેક ચોપડીઓ બહાર પાડી. જો કે તે સર્વના રદીયાઓ આ (શ્રી