________________
૧૨૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ છે. તેઓશ્રીના જેવા સત્યપુણ્યવાન પુરૂષોના પ્રતિનિધિત્વને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી. એય જયાં મારાં જેવા અદના આદમીને માટે અતિશય તુચ્છતા ગણાય, ત્યાં વળી તેવી માંગણી તો હું તેમજ કરી શકું? એવો અધમ માર્ગ સૂચવવામાં આપે મારા કે આપના આત્મિક કલ્યાણનો યથાયોગ્ય વિચાર કર્યો નથી. એ આશ્ચર્ય તો નહિં, પણ ખેદનો વિષય જરૂર છે. ભગવાન શ્રી મહાવીર દેવ નામની આપને રજીસ્ટર્ડ બુપો. દ્વારા મોકલેલી પુસ્તિકા મારી લખેલી છે, તેમાંનું મારું નિવેદન પણ સ્પષ્ટ છે, આપનાં જે જે લખાણોને મેં મજકુર પુસ્તિકામાં ઉત્સુત્ર પ્રરૂપણા આદિ તરીકે જાહેર કરેલાં છે તે સર્વને જો આપ હજુ પણ શાસ્ત્ર પ્રમાણોથી સાચાં માનતા હો તો આપ આપના તે સર્વ લખાણોને તેમ સાબીત કરનારા શાસ્ત્ર પ્રમાણો, અર્થો આદિ વિગતોની સાથે લખી મોકલવા કૃપા કરો. આ માંગણી મારા નિવેદન મુજબની જ હોઇ, પ્રતિનિધિત્વ આદિ જેવી નિરર્થક વાતોમાં આ પ્રશ્નને નહિં અટવાવતાં, મારી આ માંગણીનો આપ સ્વીકાર કરો એવી મારી આગ્રહભરી વિનંતી છે. શ્રીકાન્ત.
આ કાગળના જવાબમાં શાસન પક્ષ તરફથી નીચે પ્રમાણેનો કાગળ લખી તે રામ - શ્રીકાન્તને આવવા જણાવ્યું.
પાલીતાણા તા. ૨૯-૪-૪૦ શ્રીકાન્ત. C/o. શ્રી વીરશાસન કાર્યાલય, રતનપોળ - અમદાવાદ
વિરોધ કરનાર મુખ્ય ગદગવાળી વ્યક્તિ છે અને તમો તેમના હસ્તક નોકર છો, માટે પ્રતિનિધિત્વ જરૂરી જ. છતાં તે લેવામાં કે દેવામાં તમારું નાલાયકપણું જણાવ્યું છે, તેથી શ્રધ્ધયોને તો ઉપેક્ષ્ય જ છો. તમોએ શ્રધ્ધયમાં પર્યવસાન જણાવેલ હતું તમારા અને તેમના સન્માર્ગના લાભ માટે લખાય છે કે - અગ્યાર નોંધો સંબંધી રામવિજયજીનો વિરોધ જૂઠો છે એમ હું સાબીત કરી આપીશ, માટે તમારે શ્રધ્ધય પાસે સમજીને આવવું. હું પણ અહિં પૂજયશ્રીની છાયામાં ચર્ચા કરીશ. મારા પૂજયશ્રી તરફથી અનેક વખત તમારા, રામ વિજય અને જંબુ વિ.ના જુઠાણા જાહેર થયાં છે અને તેનો ઉત્તર તમારા તરફથી નથી આવ્યો પણ નિરર્થક લખાણો થયાં છે. માટે રૂબરૂમાં આવો. શંકા સમાધાન લખવા સાથે જ ચર્ચા થશે.
કાંતિલાલ ગૌતમદાસના ઘટિત વાંચશો.