________________
૧૨૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પંચ અને સરપંચ નીમાય નહીં - શાસ્ત્રાર્થ કર્યા વિના છટકી જવાના આ તમારાં ખોટાં બહાનાં છે, ત્યારે પ્રામાણિકતા તો બંને પક્ષોએ નિર્ણત કરેલા નામોનો સ્વીકાર કરવામાં છે. જયારે તમો મતભેદોનું જાણો છો, ત્યારે બધાના પ્રતિનિધિત્વને વળગી રહેવું એ મુર્ખાઈ છે. એ બહાનું કાઢીને ભાદરવા સુદી પંચમીની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિમાં માનનાર અને તે મુજબ વર્તન કરનાર મારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં ઢીલ કરવી એ તદન નીચતા છે. હવે તમે તેને સત્ય માનીને ઢીલ કરો છો. તમે માત્ર દંભ કરો છો અને શાસ્ત્રાર્થ માટે વિહાર કરતા નથી. જો કે મધ્યસ્થ સ્થળે આવવું એ ન્યાય યુક્ત અને વ્યાજબી હતું તો પણ તમે વિહાર કર્યો નહિ અને પ્રતિનિધિત્વ માટેની ખોટી માગણી કરી, કમીટિમાં ફેરફારો કર્યા તમારો એ દંભ ખુલ્લો પડી ગયો છે.
આનંદ સાગર
તાર ૫ તા. ૧૪-૬-૩૭ અમદાવાદ
આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
પત્ર મળ્યો. અમારા લખાણના જાણી બુજીને આડા અવળા જવાબો આપો છો એ શાસ્ત્રાર્થના કરેલા આડંબરમાંથી છટકી જવાની તમારી ચાલબાજી છે. જામવંથલીમાં અમો કે શનિવાર પક્ષના કોઇ આચાર્ય હતા જ નહિં તેમ તેમની સંમતિ લેવાઈ પણ નથી, છતાં બન્ને પક્ષો તરફથી નામો નક્કી થયાનું વારંવાર તમો જણાવો છો તે ખોટું અને ગળે પડનારું છે. સમાન પ્રતિનિધિત્વ ધરાવતા આઠ ગૃહસ્થોની કમિટી પ્રમુખ - પંચો અને સરપંચ નીમી નહિ શકે, એમ તમારું કહેવું, એ ગૃહસ્થોની પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા ઉપર ત્રાપ મારનારું છે. શાસ્ત્રાર્થની ચેલેન્જ જાહેર કરતાં રવિવારના પક્ષના પ્રતિનિધિ હોવા જેવો ડોળ કર્યો. શનિવાર પક્ષને સુરત અને ચોટીલા બોલાવતાં એ ડોળ કાયમ રાખ્યો. હવે જયારે અમોએ રવિવાર પક્ષના મત ભેદોની યાદી આપી અને જયારે ઉઘાડા પડયા, ત્યારે ઉશ્કેરાઈ ગયા છો અને ઉઘાડા પાડનાર અમોને ગાળો આપો છો. તે ગાળો તમને જ મુબારક હો. આચાર્ય નેમિસૂરીજી તમારી સાથે છે. રવિવાર પક્ષના નામે ફુલાઓ છો છતાં તમારું મંતવ્ય તેઓને કબૂલ કરાવ્યા પહેલાં શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવાર પક્ષને આપી તમારો મત કબુલ કરાવવાનો પ્રયત કરો છો, એ તમારી દયાજનક સ્થિતિ દેખાડે છે. ચેલેન્જ આપનાર તરીકે અમદાવાદમાં આવવા તમે બંધાયેલા છો, છતાં મારે જો જોગ ક્રિયા ન ચાલતી હોત, તો તમારા હઠાગ્રહને આધીન થઈને હું ચોટીલા જરૂર આવ્યો હોત. ચેલેન્જના નિયમ મુજબ તમે કે નેમિસૂરીજી રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ