________________
૧૧૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ . . . . . . . . . . . . . . . . . . • • • • • • • • •
તાર ૪, અમદાવાદ તા. ૧૧મી જૂન આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. પ્રતાપશી અને પાનાચંદ તમારા જ માણસો છે. ચોટીલા સ્થળની વાત તમારી કલ્પિત છે અને તેને તટસ્થતાના વાઘા ચઢાવવા, એ તમારી ચાલબાજી છે. શાસ્ત્રાર્થના નિયમો મુજબ આહ્વાન સ્વીકારનારા તરીકે હું ચોટીલા આવવા બંધાયેલો નથી. અમે છેલ્લી વખતે જ કમીટિનાં નામો સૂચવ્યા છે. સભ્યો અગાઉ પસંદ થઈ ચૂકયા છે, એમ કહેવું એ જૂઠાણું છે. રવિવાર પક્ષના ચાર નામો જણાવો. આ આઠે ગૃહસ્થો પ્રમુખ, પંચો અને સરપંચની પસંદગી કરશે. આમાં તમારી ડબલ ચાલશે જ નહીં. તમારા રવિવાર પક્ષમાં મતભેદ છે અને તેથી તમને પ્રતિનિધિત્વ મળતું નથી, રવિવાર પક્ષને મોટી બહુમતીમાં કહેવો એ જૈન સમાજને છેતરવાનું કૃત્ય નથી? તમે અને આચાર્ય વિજયનેમિસૂરીજી શાસ્ત્રાર્થ માટે તૈયાર નથી અને આચાર્ય વિજયનેમિસૂરીજીના વિદ્વાન શિષ્યોને પ્રતિનિધિત્વ સોંપતા નથી. કારણ કે તમારા બે વચ્ચે વિચારોનો મતભેદ રહેલો છે. શનિવાર પક્ષની એકપણ ન્યાયી અને શાંતિની અભિલાષાવાળી માગણી તમે કબૂલ રાખતા નથી. આચાર્ય નેમિસૂરીજીનું મૌન અને શાસ્ત્રાર્થમાંથી નીકળી જવાની તમારી રમત પૂરવાર કરે છે કે શાસ્ત્રાર્થ માટેનો જામવંથલીનો વિહાર એ કેવળ દંભ જ હતો. શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે હું શાસ્ત્રાર્થ માટે અમદાવાદ આવવા તમે આદ્યાનકાર તરીકે બંધાયેલા હોઇ આમંત્રણ કરું છું. કોઈ સંજોગોમાં તમો નિષ્ફળ નિવડો તો અમદાવાદમાં શાસ્ત્રાર્થ કરવા માટે કોઈપણ આચાર્યશ્રીને નીમો અને કમિટીના ચાર સભ્યોના નામો જણાવો. હું આપને વિનતિ કરું છું કે હવે ગમે તે સંજોગો હેઠળ શાસ્ત્રાર્થ માટે તૈયાર થવાનું જ આપને શોભે.
કલ્યાણ વિજય
તાર ૪, જામનગર તા. ૧૨-૬-૩૭ મુનિશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ
જો કે શાસ્ત્રાર્થ માટે જામનગર અને અમદાવાદ વચ્ચે ચોટીલા લગભગ એક મધ્યસ્થળ છે અને તે તટસ્થ સ્થળ છે. કારણ કે હું ત્યાં કદી ગયો નથી છતાં તેને લાગતું વળગતું સ્થળ માનીને ત્યાં ન આવવું એ તો પાકો વિચાર કર્યા વિના કરેલા યોગોનું પરિણામ છે. જામવંથલી મુકામે બને પક્ષોની હાજરીમાં નામ નક્કી કરવામાં આવ્યાં છે. જો આઠ સભ્યોમાં મતભેદ પડે અને તેથી પ્રમુખ,