________________
૧૧૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કમીટિ માટેના અમારે જણાવવાનાં ચાર નામો આ રહ્યાં સર કીકાભાઈ પ્રેમચંદ નાઇટ, શેઠ જમનાદાસ મોરારજી, જે. પી. શેઠ જીવનલાલ પ્રતાપશી અને શેઠ બકુભાઈ મણીલાલ તમે પણ તમારાં ચાર નામો જણાવશો અને તે આઠ ગૃહસ્થોની કમીટિ પ્રમુખ, પંડિતો અને સરપંચ ચૂંટી કાઢશે. તત્વતરંગિણી અને હીરપ્રશ્નોની વાતો શાસ્ત્રાર્થ વખતે શોભે. વરસ્યા વગરનું ગાજવું નકામું છે.
કલ્યાણવિજય
તાર ૩ જામનગર તા. ૧૦-૬-૩૭ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ, તાર મળ્યો. અનુવંદના. પ્રતાપસિંહ અને પાનાચંદના લેખોમાં શાસ્ત્રાર્થ કરનાર બન્ને પક્ષો માટે ચોટીલા મધ્ય સ્થળ તરીકે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં સંવત્સરી શાસ્ત્રાર્થ માટે તમો ચોટીલા આવવા તુરત જ કેમ નીકળતા નથી? ફરજની રૂએ બંધાયેલ હોવા છતાં તમારે શાસ્ત્રાર્થ માટે ચોટીલા આવવું નથી ત્યારે તમે “વરસ્યા વિનાનું ગાજવું” એમ કયા ઈરાદાથી તારમાં જણાવ્યું? ચોટીલા માટે વિહાર કરવાનો તાર કરો. હું પણ વિહાર કરીશ, તમારા પક્ષ તરફથી ચૂંટાઈ ગયેલા નગીનભાઈ અને માયાભાઇનાં નામો બદલવાનું શું કારણ છે? કીકાભાઈ અને જમનાદાસને ચૂંટવામાં કાંઈ વાંધો ન હતો, જો કે તેઓને આવી બાબતમાં કાંઈ રસ નથી.
સત્ય વસ્તુ એ છે કે શાસ્ત્રાર્થ ફકત મારા અને તમારા વચ્ચે જ થવાનો છે. વરસાદ પહેલાં ચોટીલા પહોંચો. નહીંતર તમો તેનું બહાનું કાઢશો. જો તમે ચોટીલા આવવા નિષ્ફળ નિવડશો તો એ ચોક્કસ છે કે તમે મને છેતરવા માંગતા હતા. અગાઉ નિર્ણય થઈ ચૂકયા મુજબ તમે નગરશેઠને પ્રમુખ તરીકે સ્વીકારતા નથી. એ તદન ગેરવ્યાજબી છે. કોઈને બીજાને શાસ્ત્રાર્થ કરવા સોપવાનું કહેવું, એ મૂર્ખાઇભર્યું નથી? - સિદ્ધચક્રનું વાંચન શાસ્ત્રાર્થમાંથી ખસી જવાના હેતુથી આપવામાં આવ્યું હતું? મધ્યસ્થળે આવવું નહીં, કમિટીના પસંદ કરેલાં નામો ફેરવવાં, બધાના પ્રતિનિધિપણાની વાત કરવી, બીજા શબ્નોને શાસ્ત્રાર્થ સુપ્રત કરવાનું કહેવું આ બધી તમારી દંભી ચાલબાજી છે.
આનંદ સાગર