________________
૧૧૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તાર ૩ અમદાવાદ તા. ૯મી જૂન આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના તાર મળ્યો. મારા બન્ને તારોમાં જણાવેલા અગત્યના મુદાઓનો આપ જવાબ આપી શકતા નથી. આચાર્યશ્રી વિજય નેમિસૂરીજીને ચર્ચા માટે તૈયાર કરી શકતા નથી. રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી શકતા નથી અને અમદાવાદ આવવાની મારી વિનંતી નહીં સ્વીકારતાં તદન નકામા અગર ખોટા મુદાઓ ઉભા કરો છો એ સાફ પુરવાર કરે છે કે – તમે શાસ્ત્રાર્થ કરવાને તૈયાર નથી. સાચી બીના આમ હોવા છતાં અમારે શીરે પોતાના બચાવ ખાતર નાહક દંભનો આરોપ મૂકવાનું આપ સાહસ કરો છો, ત્યારે કહેવું પડે છે કે – આના જેવાને તે કોઈ રીતિએ છાજતું નથી.
તમે પ્રતાપશી મોહોલાલભાઈ અને પાનચંદ રૂપચંદ ઝવેરી મારફત શનિવાર સંવત્સરી પક્ષ સામે શાસ્ત્રાર્થની ચેલેન્જ તા. ૧લી અને તા. રજીમાં જાહેર કરી તેમાં અમદાવાદની વાત જ નથી પણ ચોટીલાની વાત છે અને તેમાં એવી ગેરસમજ ઉત્પન્ન કરવી કે - “હું શાસ્ત્રાર્થ કરવાને કે તેમાં ભાગ લેવાને તૈયાર નથી. આ ઉપરથી મારા ગુરૂદેવની આજ્ઞા મુજબ શનિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેં પ્રાપ્ત કર્યું અને તમારી ચેલેન્જ તા. ૫મીએ ઝીલી. આથી સ્પષ્ટ છે કે વાદી તમો છો અને એથી તમારા જણાવ્યા મુજબ તમારે તમારી પોતાની સગવડ જોવી ન જોઇએ અને કોઇપણ કારણને ભોગે તમારે અમદાવાદ આવવું જ જોઇએ.
પાંચમી જુને સુરત જવાની તમારી તૈયારી હોવાનો આપ દેખાવ કરો છો, અને આઠમી જૂને અમદાવાદ સુધી આવવા જેટલી પણ નબળાઈ બતાવો છો તે સાચી વાતને સ્ટેજમાં ખુલ્લી પાડનાર છે. ચેલેન્જ કરનારે ચેલેન્જ ઝીલાઈ ગયા પછી બહાનાં કાઢવાં તે ચાલી શકે નહીં.
આમ છતાં આપના તારમાંથી જણાઈ આવે છે કે આપ કોઈ રીતે અમદાવાદ આવવા તૈયાર નથી એટલા ખાતર હું સુચવું છું કે શ્રીસંઘમાં સંપ સ્થાપવાની જો તમારી અંતર ઇચ્છા હોય તો અત્રે બીરાજતા આચાર્ય શ્રી પદ્યસૂરીજીના વિદ્વાન શિષ્યો છે તેમાંના કોઈને પણ રવિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે અને તેમ ન બને તો બને આચાર્ય શ્રી સાગરનંદસૂરીજી અને આચાર્ય શ્રી નેમિસૂરીજી આપનું પ્રતિનિધિત્વ આપી શાસ્ત્રાર્થ કરવાની આજ્ઞા ફરમાવો, અને મને જણાવો.