________________
૧૧૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તાર રજો જામનગર તા. ૮મી જન મુનિરાજશ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ
* તાર મળ્યો. અનુવંદણા. સંવત્સરીસંબંધમાં મતભેદ હોવાનું જાહેર હોવા છતાં અને એકબાજુ તમે શનિવારની સંવત્સરીના પુરવાર કરનાર હોવા છતાં પુરતી સગવડ વિના યોગમાં દાખલ થયેલા હોવાથી શાસ્ત્રાર્થની ચેલેન્જ આપવામાં વ્યાજબી અને સાચા નથી. યોગની ક્રિયા કરાવનાર અને મદદગારને સાથે લઈને મધ્યસ્થલ જે ચોટીલા છે, તેને માટે એકદમ વિહાર કરી તાર કરો. સંઘના પસંદ કરાયેલા નવ ગૃહસ્થોની કમિટી, પંડિત અને સરપંચ કોઇની પણ સંમતિ લીધા વગર નીમશે. તમારા વિહારનો તાર આવેથી માંદા અને બાલસાધુ સાથે પણ હું ચોટીલા આવીશ. સામી પાર્ટી પોતાના સ્થળે બોલાવી શકે નહીં, અને બીજે જઈ શકે પણ નહીં, તેથી મેં મુશ્કેલીઓ હોવા છતાં સુરત જવાનો નિર્ણય કર્યો હતો. જો તમો ચોટીલા આવો તો માંદા અને બાલસાધુઓને મુશ્કેલીઓ હોવા છતાં હું ચોટીલા પણ આવીશ, તેથી કોઈપણ સંજોગોમાં તમે ચોટીલા તરફ વિહાર કરી તાર કરો, વધારે નહીં જાણનાર પણ જો માત્ર તત્તરંગિણી અને હીરપ્રશ્ન વાંચેલા હોય તો જયારે ચૌદશની ક્ષયતિથિ હોય ત્યારે તેરસને તેરસ તિથિ કહે નહીં અને જયારે બે પર્વતિથિ હોય ત્યારે ઉદયિક તિથિ એક બીજીને જ કહે, તે સ્વપ્ન પણ બુધવારની સંવત્સરી સાચી તરીકે સ્વીકારી શકે નહિં. શાસ્ત્રાર્થને માટે ૧૬ દિવસ સુધી જાહેર રીતે વિહાર કર્યા પછી, જામનગર મારા પાછા ફર્યા પછી અમદાવાદ આવવાને માટે ચેલેન્જ કરે અને ચોમાસુ નજીક હોવાની વાત કરે તેને ચેલેન્જ આપવાનું શોભતું નથી. જો તમે વિહાર કરવાનો ઇરાદો રાખતા ના-હો તો પુનાવાળાની માફક શાસ્ત્રાર્થ કરવાનો દંભ કરશો નહિ.
રવિવારની સંવત્સરી કરનાર સમુદાય ઘણો મોટો હોવાનું જાણીને, જયારે ચોમાસું નજીક આવે છે ત્યારે બધાની અનુમતિથી અમદાવાદ આવવાની મને (કલ્પિત શરતથી) ચેલેન્જ કરવામાં આવે છે તે ડહાપણ ભરેલું નથી?
જો તમારે સહેજપણ શાસ્ત્રાર્થ કરવાની ધારણા હોત, તો તમોએ તમારા ગુરૂદેવની આજ્ઞા સાથે કોઇપણ મદદગાર અને યોગની ક્રિયા કરાવનાર મેળવી લીધો હોત. સાધુ જે માટે ડોળીની પણ રાહ જોયા વગર મુંબઈથી સાધુઓની સંમતિના નામે જીવાભાઈનો તાર મળવાથી ભારે વિહાર કરવાની ફરજ પડી હતી અને સદરહુ માંદા સાધુને ઘણું સહન કરવું પડયું હતું. ચેલેન્જ આપનારે પોતાની મુદલે સગવડ તરફ જોવું જોઇએ નહિં, જયારે તમે ચેલેન્જ આપી છે ત્યારે એકદમ ગમે તે ભોગે ચોટીલા જરૂર આવો. કોઈપણ જાતનું બહાનું ચાલશે નહીં એ નક્કી છે. આનંદ સાગર