________________
૧૨૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પ્રાપ્ત કરીને અમદાવાદ આવ્યા નથી. અત્રે બિરાજમાન આચાર્યોને શાસ્ત્રાર્થની આજ્ઞા કરી નથી. તમે અને નેમિસૂરીજી બંને અંગત શાસ્ત્રાર્થ કરવા અત્રે આવવા તૈયાર નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રવિવાર પક્ષ શાસ્ત્રાર્થ કરવા સદંતર નિષ્ફળ નિવડયો છે. તમો એકલા જ તમારી જાત પુરતા શાસ્ત્રાર્થ કરવા તૈયાર હોવાનું જણાવો છો તો અમદાવાદ આવો, અત્રે આવવા ન માગતા હો તો તમારી માન્યતા જુઠી ઠરાવવા હું લિખિત શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. શાસ્ત્રાર્થ સમાન દરજ્જુ થશે. એમાં કઈ રીતે પસંદ કરો છો? લિખિત શાસ્ત્રાર્થ માટે તૈયાર હોવાની જો તમારી કબૂલાત મળે તો તેની શરતો જણાવીશ. બીનજરૂરી વાતો કરી લંબાણ ન કરો.
કલ્યાણવિજય
તા. ૧૫-૬-૩૭ જામનગર મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી
દોશીવાડાની પોળ, વિદ્યાશાળા, અમદાવાદ વિહાર કર્યો નહિ, નીમાઈ ગયેલ કમિટી માની નહિં, પ્રતિનિધિપણાંના બહાનાં કાવ્યો અને હવે તો બુધવારના પક્ષકાર જીવાભાઈ, નગીનભાઈ હાજર છતાં, તમારી અને બુધવારના આચાર્યની ગેરહાજરીને નામે તે બેને અપ્રામાણિક માની તે કરારજ નથી માનતા, તેથી તમારો મૌખિક શાસ્ત્રાર્થ કરવાનો દેખાવ જ હતો. સાચો નિર્ણય મૌખિક શાસ્ત્રાર્થથી જ થાય છતાં નક્કી થયેલ કમિટીના નીમેલ પંચ દ્વારની - નહિ કે તમો લખો તે શરતો નક્કી થઈ. લિખિતની માગણી થાય તો સંઘની શાંતિ માટે મારી તરફથી હું તૈયાર છું.
આનંદ સાગર
તા. ૧૬-૬-૩૭ અમદાવાદ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
મળ્યો. પ્રતાપસિંહ દ્વારા તા. ૧-૬-૩૭ શાસ્ત્રાર્થની ચેલેન્જ શનિવારે પક્ષને તમોએ આપી, તે લખાણમાં કમિટીનો શબ્દ સરખોએ નથી. રવિવારવાળાએ કમિટિ અને તે દ્વારા પંચો અને સરપંચ ચૂંટવાની વાત તમોએ પાછળથી શરૂ કરેલી ચાલબાજી છે. તમો વારંવાર જણાવો છો તેવી કમિટિ શનિવાર પક્ષે કબુલ પણ રાખી નથી. તમારા માણસ પાનાચંદ પણ તા. ૨જી અને પાંચમી જુનના ખુલાસામાં પણ એ જ વાત કહે છે. જીવાભાઈ અને નગીનભાઈ જામનગર પોપટલાલ ધારશીભાઇના ઉજમણા પ્રસંગે આવ્યા હતા, તેઓ શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે વર્યા જ નથી. સમાજમાં શાંતિ