________________
૧૧૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ મુનિકલ્યાણવિજયજીને તમે પ્રતિનિધિ નીમો છો તેમને મધ્યસ્થળ ચોટીલે આવવાના અનેક વખત પ્રયત્નો Fર્યા છતાં પુનેથી તમે ન ખસ્યા, અને અમદાવાદથી મુનિકલ્યાણવિજયજી ન ખસ્યા, એ અયોગ્ય છે. | સમુદાયનું પ્રતિનિધિપણું હોય તો જ શાસ્ત્રાર્થ કરાય એ શાસ્ત્રીય નથી તેમજ વ્યાવહારિક પણ નથી. માટે ખોટું બહાનું શું કામ કાઢો છો? શું તમારા વડા ગુરૂઓએ બધા મંદિર માર્ગીઓનું પ્રતિનિધિપણું મેળવ્યા પછી જ સ્થાનકવાસી આદિની સાથે શાસ્ત્રાર્થ કર્યા હતા? સ્થાનકવાસી વિગેરેથી પણ ઉતરતો દરજ્જો ન લો.
હું બીજાને આવવાની કે શાસ્ત્રાર્થ કરવાની મના કરતો નથી, તમો જીવાભાઈના જુઠા અને કલ્પિત લખાણને વળગ્યા છો, ને બન્ને પક્ષ વચ્ચે નક્કી થયેલ કરારને નાકબૂલ કરો છો તે અન્યાય જ છે, અને મુનિકલ્યાણવિજયજી નક્કી થયેલ કમીટીનાં નામો ફેરવવાનું અને બધાનું પ્રતિનિધિપણું લઇને આવવાનું વિગેરે વાંધા કાઢે છે તે અન્યાય જ છે. તમો અને તમારા પ્રતિનિધિ બનેમાંથી કોઇએ શાસ્ત્રાર્થ માટે વિહાર કર્યો નથી, યોગ્ય પ્રતિનિધિત્વ, નામો ફેરવવા આદિ પ્રપંચો રમી વખત ગુમાવ્યો, અને માત્ર ડોળ જ કર્યો, જુઠા પકડવાળા તમોને એમજ કરવું પડે, પણ શાસનપ્રેમીઓ હવે તમારો પ્રપંચ સમજયા છે અને નિશંકપણે ગુરૂવારની જ સંવચ્છરી સાચી માનશે અને કરશે એ ચોક્કસ થાય છે.
શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા છતાં તમારામાંથી કોઈ આવતું નથી, ને અસંભવિત સંમતિ લેવાની વાતો કરો છો. એ તમારી નબળાઈ જ છે. પ્રતિનિધિપણું લીધા વિના પહેલેથી જ હું શાસ્ત્રાર્થ માટે તૈયાર હતો અને રહીશ.
એક અંશે પણ તમારામાં સચ્ચાઈ હોત તો આવાં બહાનાં નહિં કાઢતાં મધ્યસ્થાને આવ્યા હોત જામનગરથી વિહાર કર્યાને સોળ દિવસ થયા હતા તે ખરું જ છે. જામનગર તા. ૧૨-૬-૩૭
આનંદસાગર
આચાર્ય સાગરાનંદસૂરીજી
આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરીજીની આજ્ઞાથી જવાબ કાગળથી મોકલ્યો છે. પુના તા. ૧૫-૬-૩૭
કેશવલાલ માણેકલાલ