________________
૧૦૬: શ્રી સિદ્ધચક્ર)
- અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
- ત્રણ મુદાઓ - ૧. વીરશાસનમાં આવેલ પ્રશ્નોત્તરોમાં તમારી કે બીજા કોઈપણ સાધુની સહી નથી તેમ વિદ્યાશાળા
કે હાજા પટેલના આગેવાનોની સહીઓ નથી પણ બીજાની સહીઓ છે તેમાં શું કાંઈ હેતુ બીજો
૨. એ તિથિ વિશેની જોખમદારી અને જવાબદારી તમોએ હોરી એટલે પાલીતાણામાં લગભગ
મહીનાની મુદતે સભા ભરાશે તો તેમાં તમો અગર તમારા પ્રતિનિધિને મોકલવાનો બંદોબસ્ત
કરશો. ૩. આટલી બધી મુદતથી તમારા મનમાં માન્યતા પ્રવૃત્તિ કરતાં જુદી હતી તો તેનો ખુલાસો કરવા
માટે ઘણા યોગ્ય પ્રસંગો મળ્યા છતાં ન કર્યો અને દીલની દાઝ જણાવી એના માટે શું સમજવું?
ઉપરના ત્રણે મુદાઓનો શો જવાબ આપ્યો છે તે આગળ આપીશું. કારણ કે જવાબ આવવા પહેલાં તા. ૨૨મી નવેમ્બરના વીરશાસનમાં તંત્રી સ્થાનેથી લખાયેલા લેખમાં આવ્યું કે -
વાત વાતમાં પોતાના નામથી તાર ઠોકનાર સાગરાનંદસૂરી.. આ ખુલાસો પ્રગટ થયાને દિવસો વ્યતીત થવા છતાં ચૂપ બેસી રહ્યા છે.....
આ ઉપરના શબ્દોને વાંચનારને માલમ પડશે કે (વીરા) કથીરના તંત્રી છેડે પડતાં તારને કેમ સંભારે છે એ તિથિ ચર્ચા અને બીજા વિષયમાં થયેલા નીચે પ્રમાણેના તારો વાંચવાથી માલમ પડશે.
સંવચ્છરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત
મુંબઈથી શ્રી પ્રેમસૂરીજીએ ગુરૂવારની સંવચ્છરીની ચર્ચા શેઠ નગીનભાઈ દ્વારા શરૂ કરી હતી, તેમાં બંને શાસ્ત્રાર્થ કરનારે મધ્યસ્થોને મળવાનું હતું, તેમજ ગુરૂવાર પક્ષે કોઇનું પ્રતિનિધિપણું સ્વીકારવાનું હતું નહિ અને કરાર એવો હતો કે નગરશેઠ વગેરે પંચો અને સરપંચો નીમે, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ મનસ્વી કરાર લખ્યો; અને ગુરૂવાર પક્ષને તે બતાવ્યા સિવાય તથા જુદી ખાનગી કબૂલાત આપીને તારથી ના કહ્યા છતાં સહીયો લઈ જામનગરથી વિહાર કરાવી પછી ગુરૂવારવાળાને