________________
૧૦૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • જામવણથલીમાં આપી. તેમજ જામનગરમાં થયેલ શરત મુજબ તૈયાર થયેલા વણથલીના મુસદા ઉપર સહીયો લાવવા ના પાડવાથી પાછા જામનગર ગુરૂવાર પક્ષવાળા આવ્યા તે વખત થયેલ તાર વ્યવહાર નીચે મુજબ છે.
પુને કરેલ તાર રામચંદ્રસૂરી, વેતાલપેઠ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક મંદિર ૨૯-૫-૩૭ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચે સંવચ્છરીની તકરારના નિર્ણય માટે પુનાથી તમારો વિહાર જાહેર કરે છે. તમારી ખંભાત પહોંચવાની તારીખ જણાવો, જેથી હું ટાઇમસર ત્યાં આવીશ. હું જામનગર પાછો ફરું છું, કારણ કે જીવાભાઇએ શાસ્ત્રાર્થ કરનાર માણસોનાં નામો આપવાની અને ચેરમેન તરીકે અમદાવાદના નગરશેઠની સાથે એક બાજુના ચાર અને બીજી બાજુના ચાર મેમ્બરોની કમિટીથી નિમાયેલ પંડિતો અને સરપંચના નિર્ણયની કબુલાતના મુસદા પર સહીયો લાવવાની ના પાડી હતી.
આનંદ સાગર - ૩૦-૫-૩૭ અલીયાબાડા
આચાર્ય આનન્દ સાગરસૂરીજી
અલીયાબાડા તા. ૩૧-૫-૩૭ પુના કેમ્પ રામચંદ્રસૂરીશ્વરજી તમોને જણાવવાને મને ફરમાવે છે કે તમારા તારો મળ્યા, ૨૯-૫-૩૭ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચેનો લેખ ફરીથી વાંચ્યો, આખા લેખમાં તમારા તાર મુજબ કોઈપણ જાતનું ડેકલેરેશન જડયું નહિ (અર્થાત્ વાંચ્યું નહિ) તે મજકુર આર્ટીકલ સાથે મારે કાંઈ સંબંધ નથી, છતાં પણ તે આર્ટીકલનો છેલ્લો પેરેગ્રાફ જો તમો બેઉને શકય હોય તો હું ખુશીથી પસંદ કરું છું (કબૂલ કરું છું)
મહેરબાની કરીને તે છેલ્લો ફેરો ફરીથી વાંચો અને જો તમે અને વિજયનેમિસૂરીજી તેના સ્ટેટમેન્ટ પ્રમાણે જાહેર કરો તો હું યોગ્ય સ્થળે આવવાને તૈયાર છું. વધારામાં મારી સમજ પ્રમાણે જો હું ખરો હોઉં તો જીવાભાઈ વિગેરેએ તમારી સલાહ મુજબ, મારા ગુરૂદેવની, મારી, મુનિ સિદ્ધિસૂરીશ્વરજીની, મુનિકલ્યાણવિજયજીની અને લબ્ધિસૂરીશ્વરજીની સહીઓ કરાર પર મેળવી લીધી) અને તમારી પાસે આવ્યા, પણ તમો અને વિજયનેમિસૂરીજી એ તે કરાર પર સહી કરવાની ના પાડી, તેથી જીવાભાઈને તે પોતાના પ્રયત્નો છોડી દેવાની ફરજ (જરૂર) પડી હતી. હું આટલું (અહિં સુધી) જાણું છું.
કેશવલાલ માણેકલાલ