________________
પઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ થયેલા ઉપવાસ અને પૌષધાદિ વ્રત નિયમો થઈ શકે નહિં અને તેથી “પર્વતિથિના ક્ષયની વખતે તેનાથી પહેલાંની અપર્વતિથિનો ક્ષય કરવો જ એમ શાસ્ત્રકારોએ અને સકલસંઘે છે ઇષ્ટ ગણ્યો છે, અને તે હિસાબે પૂર્ણિમા કે અમાવાસ્યાનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની ચૌદશ પર્વરૂપ હોવાથી તે ચૌદશથી પણ પહેલાંની અપર્વતિથિરૂપ તેરસનો ક્ષય થાય એ શાસ્ત્રકારોએ અને શ્રમણ સંઘોએ આચરેલો છે અને તે વ્યાજબી જ છે. વળી સમજવાની જરૂર છે કે તપની પૂર્તિ એક સાથે ઘણા ઉપવાસનો ઉચ્ચાર હોવાથી થઈ શકે, પરંતુ બે જ તિથિના કરાતા પૌષધોની પૂર્તિ તો કોઈપણ પ્રકારે એક સાથે થઈ શકે જ નહિ. જ છે કેમકે પૌષધ એ દિવસ કે રાત્રિને અંગે પ્રતિનિયત જ છે, અર્થાત્ નથી તો એક દિવસ કે રાત્રિમાં વધારે વખત ઉચરાતો કે નથી તો ઘણા દિવસનો સાથે ઉચરાતો! શ્રીસંઘને વિશેષ આશ્ચર્ય તો એ લાગે છે કે પંચ્યાશી નેવું વર્ષ જેવી ઉંમરવાળો અને મહાનીશી જેવા ત્રણ સ્થવિરતા પર્યાયવાળો મનુષ્ય જયારે એમ કહે કે આટલા વખત સુધી મેં ખોટું જાયું હતું માન્યું હતું છતાં તેની સાચા તરીકે માન્યતા પ્રરૂપણ અને પ્રવૃત્તિ કરી છે અને કરાવી છે. આમાં તત્ત્વથી? એ આવે કે સુધી સાધુઓ અભવ્યોની માફક કોરા ધાકોર મનથી ઉપદેશ દે છે. એટલે ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યા પૌષધો કરવા માટે પણ ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યાને સાથે અને અખંડિત રાખવા જોઇએ. સામાન્ય રીતે શ્રાવક ધર્મના આચારને અંગે આઠમ, ચૌદશ, પૂનમ કે અમાવાસ્યાના દિવસોમાં સંપૂર્ણ પૌષધો કરવાના છે એટલું જ નહિ, પરંતુ શ્રાવકની ચોથી પ્રતિમાથી સર્વપ્રતિમાઓમાં આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાના લાગેટ ઉપવાસ અને પૌષધો નિયમિતપણે કરવાના જ છે, વળી ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાવાસ્યાના દિવસોમાં ચોથી પ્રતિમાથી મુખ્યતાએ છઠ્ઠની તપસ્યા કરીને જ બે પૌષધ કરવાના છે. એવા શ્રી પ્રવચનસારોદ્ધાર આદિમાં સ્પષ્ટ લેખો છે તેથી પણ નક્કી થાય છે. કે ચૌદશ ને પૂનમ કે ચૌદશ ને અમાવાસ્યામાંથી એક પણ તિથિ ભેગી કરી શકાય નહિં. આંતરાવાળી કરી શકાય નહિં, તેમ ઉલ્ટાસુલ્ટી પણ કરી શકાય નહિં, આવી સ્પષ્ટ સાચી વાતને અંગે પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય સાચી રીતે કરવામાં આવે છે અને તે અભૂલરૂપે જ છે, છતાં તેને ભૂલ રૂપે જાહેર માં કરનારા આત્માઓ કેવા ઉન્માર્ગગામી અને સંસાર પરિભ્રમણ કરનારા હશે તે વાત