________________
૩૭૫ : શ્રી સિદ્ધચક્ર... વર્ષ ૮ અંક-૧૭-૧૮....... [૫ જુલાઈ ૧૯૪૦,
આવેલી પર્વતિથિની વૃદ્ધિને જો શાસ્ત્રકાર અને શાસ્ત્રને અનુસરનારાઓ માની જ લેતા હોત તો પ્રશ્નોની જરૂર જ ન રહેત, તેમજ વૃદ્ધી કાર્યા એ ઉમાસ્વાતિજીના પ્રઘોષથી પહેલીનું અપર્વતિથિપણું ઠરાવી બીજીને જ પર્વતિથિ તરીકે ઠરાવવાનું રહેત જ નહિં. ગ્રંથ અને શ્રી સિદ્ધચક્રના તેવા પ્રશ્નોત્તરો લૌકિકટીપ્પણાને અંગે છે, એમ સ્પષ્ટ છતાં તેને અવળી માન્યતામાં ખેંચવાં તે કેવલ શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવવાની બુદ્ધિને જ આભારી છે.
૩ શ્રીહરિપ્રશ્નમાં છઠનો પ્રશ્ન માત્ર ચૌદશ અને અમાવાસ્યાના દિવસનો
જ છઠ થાય એવા કદાગ્રહવાળાને જ આભારી છે અને તેથી જ ઉત્તરમાં વિર્નયત્વે નાસ્તિ અર્થાત્ દિવસોમાં તે પજુસણના છઠમાં નિયમિતપણું નથી એમ જ જણાવે છે. એટલે રામટોળીવાળા તે છઠના પ્રશ્ન ઉપરથી તિથિનો ખાધાવાર આવવાનો ભય ઉભો કરી જે પર્વતિથિને બેવડી માનવાની વાત ખોટી રીતે જણાવવા માગે છે તે તેમના નવા મતના કદાગ્રહને જ આભારી છે. કેમકે ચૌદશના વાચનમાં છઠની અડચણ જ નહોતી કેમકે તેમાં તેરસ અને ચૌદશનો છઠ થઈ શકત અને અમાવાસ્યા કે પૂનમની તપસ્યાનો સામાન્ય નિયમ તો છે નહિં. તે ચૌદશ અમાવાસ્યાના છઠનો આગ્રહ પણ ટીપ્પણાની તિથિને અંગે હોવાથી જ પ્રશ્ન વ્યાપક બન્યો છે.
(રામ - વિક્રમ )