________________
૩૭૪ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૭-૧૮
૧
સમાલોચના
[૫ જુલાઈ ૧૯૪૦,
શ્રીહીરસૂરિજી આદિ બે પૂનમ કે બે અમાવાસ્યા હોય ત્યારે અગર બે અગ્યારસ હોય ત્યારે બીજી પૂનમ કે અમાવાસ્યાને અગર બીજી અગ્યારસને ઔદયિકી એટલે ઉદયવાળી કંહે છે અને મનાવે છે. અર્થાત્ એમ કહીને પહેલી પૂનમ અમાવાસ્યાને અગર પહેલી અગ્યારસને ઉદયવાળી માનવી નહિં એમ સ્પષ્ટ કરે છે. એટલે પહેલી પૂનમ અમાવાસ્યા તથા અગ્યારસને પૂનમ અમાવાસ્યા કે અગ્યારસપણે કહેવાય નહિં. કિન્તુ પૂર્વની અપર્વતિથિપણે એટલે તેરસ કે દસમપણે કહેવાય એમ સ્પષ્ટ છે અને એ જ પ્રમાણે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારો શ્રીસંઘ માને છે અને કહે છે, આમ છતાં રામટોળીના શ્રીલબ્ધિ-વિક્રમ. નવીન હીરપ્રશ્નમાં ટીપે છે કે તે ઔદયિકીનો નિશ્ચય પહેલાના અનૌયિકીપણા માટે નથી, પણ ઉદયાસ્તવ્યાપ્તિની નિષેધને માટે છે, પરંતુ તે એમ જે જણાવે છે તે ખોટું છે. કોઈપણ શાસ્રકારે કે જૈનમતવાળાએ ઉદયાસ્તવ્યાપ્તિવાળી તિથિને માનવાનું રાખ્યું નથી, તેમ ઉદયાસ્તવાળી તિથિને માનવી નહિં એવું કોઈ કહેતું પણ નથી, એ ટીપવું તો શાસ્ત્ર અને પરંપરાને લોપવાની બુદ્ધિને જ આભારી છે.
૨ પ્રશ્નોત્તરગ્રંથોમાં પૂનમ, અમાવાસ્યા કે એકાદશીની વૃદ્ધિને વાંચીને તે ટીપે છે કે - ‘શાસ્ત્રકારોએ પર્વતિથિની વૃદ્ધિને માન્ય રાખી છે' તો તે પણ ટીપ્પકની અજ્ઞાનતાને આભારી છે. કેમકે લૌકિકટીપ્પણામાં