________________
૩૭૬
શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૭-૧૮ [૫ જુલાઈ ૧૯૪૦,
(ટાઈટલ પાન ૪ થાનું ચાલુ) બે તેરસો કરેલ છે. આચાર્ય શ્રી હીરસૂરિજીએ પૂનમ કે અમાવાસ્યાની ને અગ્યારસની વૃદ્ધિ થતાં એક બીજી તિથિને જ ઉદયવાળી માનવાનું શ્રી હીરપ્રશ્ન આદિમાં જણાવેલ છે. આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરિજીના પટ્ટકમાં પણ પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની જ વૃદ્ધિ કરવાની જણાવેલ છે, વળી બીજા પણ અનેક પાઠોથી પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાની સિદ્ધ થાય છે, અને હમણાં સુધી શ્રીસકલ સંઘે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી છે, અને લખી પણ છે, છતાં હમણાં થોડી મુદતથી શાસ્ત્રોના પાઠોને વાંચ્યા જાણ્યા અને માન્યા સિવાય આ નવા પક્ષવાળા બે પૂનમ માનવા લાગ્યા છે તે નવા પક્ષવાળા તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર મહાશયોએ તેમના પર્વતિથિનો ક્ષય માનવો અને વૃદ્ધિ પણ માનવી એવા મતનું જુઠાપણું સાબીત કરી શાસ્ત્ર અને પરંપરાથી જે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિએ તેનાથી પહેલાની અપર્વતિથિનીજ હાનિ કે વૃદ્ધિ થાય છે તેનું સત્યપણું સાબીત કરવા અનેક વર્ષોથી અનેકાનેક વખત જણાવ્યા છતાં આ નવો રામપક્ષ પોતાનો કદાગ્રહ છોડતો નથી અને ચર્ચા કરતો પણ નથી. માટે સકલસ્થાનના શ્રી સંઘને માટે એ જરૂરી છે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર સાધુમહાત્માને પોતાને ત્યાં ચોમાસું રહેવાની વિનંતિ કરે અને કદાચ આ નવા રામપક્ષવાળા સાધુમહાત્મા ચોમાસું રહ્યા હોય અગર અણસમજથી રાખ્યા હોય તો તેઓને બે પૂનમો નહિં કરવાનું અને બે તેરસો કરવાનું સમજાવે અને બે તેરસો કરાવીને શ્રીસંઘમાં આવતા વિક્ષેપથી સ્વપરને બચાવે.
તા.ક.- આ નવો રામપક્ષ ઉદયની જે વાત કરે છે તે માત્ર લોકોને ભરમાવવા માટે જ છે. કેમકે એ પક્ષ ક્ષય વખતે આઠમ આદિ પર્વનો ઉદય માનતો નથી અને આઠમ આદિની આરાધના કરે તથા આઠમ આદિની વૃદ્ધિની વખતે પણ પહેલી તિથિના ઉદયને માને છે અને આરાધના કરતો નથી.