________________
૩૬૩ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૭-૧૮
મનુષ્યપણું મળે શાથી ? ટકે શાથી ?
[૫ જુલાઈ ૧૯૪૦,
અજાણ્યા છે. તે જ રીતે રાજા અને રાણીને અમુક જીવને કુંવર રૂપે સોંપનાર, ભળાવનાર, તેમજ અમુક જીવને કુંવર રૂપે અમુક રાજારાણીને ત્યાં જ જન્માવનાર કર્મરૂપી દલાલ છે. કર્મબંધાયા વગર તે મળતું નથી-ફળતું નથી. રાજાને ત્યાં અવતરનાર પુત્ર મનુષ્ય થવાનું તથા રાજકુંવરપણે અવતરવાનું કર્મ બાંધેલું હતું માટે જ તેમ થયું. મનુષ્ય થયા છતાં જીવવાનું તો જીવવાના સાધનોથી થાય છે, અને અંતરાયના ક્ષયોપશમથી તે સાધનરૂપ ફળ મળે છે. મનુષ્યપણાનું કર્મ બંધાય, પછી અંતરાયનો ક્ષયોપશમ થાય એટલે મનુષ્ય થવાય અને જીવાય છે. આમાં એમ કહી શકીયે કે આ બધું વચલા દલાલને માલૂમ પડે છે. ક્યા જીવનું ક્યું કર્મ ? કોની કઈ ગતિ ? કોને ક્યાંથી ઉપાડવાનો ? કોને ક્યાં ધકેલવાનો ? આ બધી ભાંજગડ કર્મ ર્યાજ કરે છે. કોઈ કહેશે કે ‘દલાલ તો નામું રાખે છે. નોંધ ન રાખે તો દલાલ પણ ભૂલી જાય, તો પછી કર્મ જેવી જડ વસ્તુ આટલા બધા જીવોની ગતિની યાદી શી રીતે રાખી શકે? વ્યવસ્થા શી રીતે કરી શકે ?' પદાર્થના સ્વભાવમાં .આવા પ્રશ્નને અવકાશ નથી. મરચાં ખવાય છે મોઢેથી, પણ બળે છે આંખે તથા પુંઠે ! ત્યાં બળતરા શાથી ? ઘીમાં ઠંડક શાથી? ક્વીનાઈન તાવ ઉપર અસર શાથી કરે છે ? હરડે, ક્વીનાઈન, સાકર કે કોઈ પણ જડ પદાર્થ પોતાના સ્વભાવ મુજબ કામ આપે છે. બહાર સુવાથી શરદી લાગી, શ્લેષ્મ થયું, ન્યૂમોનીયા થયો, આ બધું કોણે કર્યું ? જવાબ
સ્વભાવમાં શંકા, તર્ક કે દલીલ ઘટતી નથી. બિનધર્માદ્વિનિમુો, મા મૂર્વ ચવપ। શાસ્ત્રકાર મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે ધર્મદેશના દેતાં ફરમાવે છે કે ચતુર્ગતિરૂપ સંસારમાં અનાદિકાલથી પરિભ્રમણ કરતો કરતો આ જીવ ઘણી મુશ્કેલીથી મનુષ્યભવ મેળવી શક્યો છે. જેમ રાજાને ઘેર જન્મેલો પુત્ર રાજગાદીનો માલીક થઈ બેસે છે પણ તેને રાજગાદી કેમ ઉપાર્જન કરાય છે તેનો ખ્યાલ પણ હોતો નથી, તેમ મનુષ્ય ભવ મળી ગયો ખરો, પણ તે મેળવતાં કેવી અને કેટલી મુશ્કેલી પડી છે તેનો આ જીવને પણ ખ્યાલ નથી. રાજાનો કુંવર પણ ધારે તો વિચારી શકે છે કે, “આ બધા મનુષ્યોનો જન્મ અહિં ન થતાં મારો જ જન્મ અહિં કેમ થયો ? જીવ બધા જીવપણે સમાન છતાં રાજ્યનો હક મને જ કેમ મળ્યો ?” રાજા કે રાણીએ અવતરનાર કુંવરની પસંદગી કરી નથી, તેમજ કુંવર પણ કાંઈ સ્થળ જોઈને નથી આવ્યો. તો આ સંયોગ સાધનાર તો કોઈ ખરૂંને! શેરબજારમાં વેપારી ગ્રાહકને નથી જાણતા, ગ્રાહક વેપારીને નથી જાણતા, માત્ર દલાલ જ બંનેને જાણે છે. શેરો કોણે લીધા, કોણે વેચ્યા તે માત્ર વચલો દલાલ જ જાણે છે. તેમાં વેપારી તથા ગ્રાહક બંને