________________
૩૫૫ : શ્રી સિદ્ધચક્ર]
નિરૂપણ કરવામાં ત્રીજા જ્ઞાનક્ષેત્રના નિરૂપણ પછી તે જ્ઞાનક્ષેત્રને આધારે પ્રામાણિક મનાતું અને આરાધ્ય ગણાતું ચૈત્ય અને મૂર્તિરૂપી ક્ષેત્ર જણાવવા સાથે ભગવાન્ જીનેશ્વર મહારાજના મંદિર અને મૂર્તિના જીર્ણોદ્ધારનો અધિકાર જણાવવામાં આવ્યો હતો. જો કે ચૈત્ય, મૂર્તિ અને જીર્ણોદ્ધારનો અધિકાર અહિં જે વિસ્તારથી કહેવામાં આવ્યો છે તે વિસ્તારથી કથનની જ્ઞાનક્ષેત્રથી પહેલાં તે તે સ્થાને હોવાની જરૂર હતી, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે ચૈત્ય અને મૂર્ત્તિ ક્ષેત્રની પ્રામાણિકતા વિગેરેનો આધાર જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન ઉપર રહેલો હોવાથી જ્ઞાનક્ષેત્રની હકીકતની અંદર પણ તે ચૈત્ય, મૂર્તિ અને જીર્ણોદ્ધારની હકીકત લેવામાં આવી છે. એ પ્રાસંગિક પણ ત્રણ હકીકતો જણાવ્યા પછી જ્ઞાનક્ષેત્રના અધિકારને લેતાં કહેવું જોઈએ કે પ્રથમ શંકા થશે જ્ઞાન એ આત્માનો ગુણ છે, એટલું જ નહિં, પણ તે અમૂર્ત છે, તેથી તેને દ્રવ્ય વાવવાના ક્ષેત્ર તરીકે વર્ણવવો એ ઉચિત કેમ ગણાય ? ચૈત્ય, મૂર્તિ અને ચતુર્વિધ શ્રીસંઘરૂપી બાકીનાં છ ક્ષેત્રોમાં તે તે ક્ષેત્રો દ્રવ્યરૂપ હોવાથી તેને બાહ્યદ્રવ્યદ્રારાએ ઉત્પન્ન થવાનું, પોષવાનું, ટકવાનું વિગેરે બનવું. અશક્ય નથી, પરંતુ સાતે ક્ષેત્રોમાં આ એક જ્ઞાન ક્ષેત્ર જ એવું છે કે જે ગુણરૂપ અને અમૂર્ત હોવાને લીધે દ્રવ્યાદિકદ્વારાએ પોષણને પામતું નથી. એટલું જ નહિ, પરંતુ મૂર્તિ ચૈત્ય વિગેરે ક્ષેત્રો મૂર્તિમંત અને દ્રવ્યરૂપ હોવાથી પર્યુપાસના એટલે સેવવાને યોગ્ય બની શકે છે, એટલે જ્ઞાન નામનો પદાર્થ ગુણરૂપ અને અમૂર્ત હોવાથી પર્યુપાસનાના વિષયમાં પણ આવી શકતો જ નથી. સૂત્રકાર મહારાજાઓ પણ જ્યાં જ્યાં જિનેશ્વર મહારાજ, ગણધર મહારાજ, સાધુ મહારાજ વિગેરેના વંદનના અધિકારો લે છે. ત્યાં ત્યાં વંદન, નમસ્કાર, સત્કાર
વર્ષ ૮ અંક-૧૭-૧૮
[૫ જુલાઈ ૧૯૪૦,
અને સન્માનને અંગે તો ઉપચાર રહિતપણે દૃષ્ટાંત વગર વંદન નમસ્કાર આદિ જણાવે છે, પરંતુ જ્યારે પર્યુપાસનાનો અધિકાર આવે છે ત્યારે તો કલ્યાણકારી પદાર્થની માફક, મંગલકારી પદાર્થની માફક, દેવતાની માફક, અને દેવતાની મૂર્તિની માફક પર્યુપાસના એટલે સેવા ભક્તિ કરવાનું જણાવે છે. એ ઉપરથી સુજ્ઞમનુષ્ય તો સહેજે સમજી શકે છે જેમ કે વંદન નમસ્કાર આદિ વસ્તુઓ તો દૂર રહેલા અરિહંતાદિક પદાર્થોને અંગે પણ નમો અરિહંતાળું વિગેરે પદોથી નમસ્કાર વિગેરે કરવામાં આવે છે, તેમજ દર્શન, જ્ઞાન વિગેરે ગુણરૂપપદાર્થોને પણ નમો હંસળ“, નમો નાળસ્ત્ર વિગેરે પદોથી નમસ્કાર કરવામાં આવે છે, પરંતુ વંદન નમસ્કાર આદિ કરતાં ઘણા જ વિશિષ્ટરૂપે અને ભિન્નરૂપે બને એવી જે પર્યુપાસના છે તે તો અર્દશ્ય કે અદ્રવ્ય એવા ગુણરૂપ પદાર્થને અંગે બની શકતી નથી, પરંતુ તે પર્યુપાસના તો કલ્યાણકારક, મંગલકારક, દેવતા કે તેની મૂર્તિરૂપ સાક્ષાત્ પદાર્થ અને દ્રવ્યરૂપ પદાર્થને અંગે જ બને છે, અને તેથી જ સૂત્રકારોએ વન્દનાદિકના અધિકારમાં એ કલ્યાણકારક આદિની ઉપમા ન લેતાં પર્યુપાસનામાં જ કલ્યાણકારક જ આદિ ઉપમા લીધેલી છે. ચૈત્ય શબ્દનો વાસ્તવિક અર્થ ક્યો ઘટે.
આ સ્થાને જેઓ ભગવાન્ જિનેશ્વર મહારાજના ચૈત્ય અને મૂર્તિને માનવામાં અનુચિતત્તા સમજે છે તેઓ શાસ્ત્રકારોએ કરેલી વ્યાખ્યાનો અનાદર કરીને પણ એટલે ચૈત્યશબ્દનો પ્રતિમા એવો જે અર્થ થાય છે, તેને ઉઠાવીને ચૈત્યશબ્દથી જ્ઞાન પદાર્થ લેવા માગે છે તેઓએ ખરેખર સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરવો જોઈએ કેમ કે શું એ પર્યુપાસનામાં દૃષ્ટાન્ત તરીકે જણાવેલા
કલ્યાણકારક આદિ પદાર્થો વંદન નમન સત્કાર કે
'