SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૭-૧૮ સન્માનને લાયક હોતા નથી કે જેથી તે દૃષ્ટાન્તરૂપ પદાર્થો વંદન આદિકના વિષયમાં જણાવ્યા નહિં, ખરેખર તે પ્રતિમાલોપકોની દૃષ્ટિએ તો એવો જ પાઠ હોવો જોઈએ કે વાળ માં તેવયં ચેડ્થ વંતમિનમંસામિ સમિટ સંમામિ પપ્પુવાસામિ પરંતુ આવો પાઠ કોઈપણ સૂત્રકારે કોઈપણ સ્થાને જણાવ્યો નથી, પરંતુ સ્થાને સ્થાને વંવામિ નમંસામિ સક્ષરેમિ સમ્માનેમિ જાળ મંગલં લેવયં ઘડ્યું પન્નુવાસામિ. એવો જ પાઠ જણાવેલો છે. તેથી શાસ્ત્ર અને તેના રહસ્યને વિચારનારાઓ સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે કલ્યાણકારી, મંગલકારી, દેવતા અને પ્રતિમા એ ચારવસ્તુઓ દ્રવ્યસ્વરૂપ હોવાથી પર્યુપાસનાને લાયક હોય છે અને તેની માફકજ તીર્થંકરાદિકનું પર્યુપાસના કરવાનું ભક્તિમાન્ મનુષ્ય જણાવે છે. વીતરાગ પરમાત્માની પર્યુપાસનાનો માર્ગ ક્યો ? [૫ જુલાઈ ૧૯૪૦, વિષય વીતરાગ પરમાત્માનો આત્મા બની શકતો નથી, પરંતુ તે વીતરાગ પરમાત્માનો આત્મા જે શરીરને આધારે રહેલો હોય છે તે શરીર જો કે સ્વરૂપે કરીને અજીવ છે, જડ છે, અજ્ઞાન છે, દુર્ગન્ધી છે અને ઘૃણા કરવા લાયક છે, છતાં પણ તે શરીર વીતરાગ પરમાત્માની નિશ્રાનું હોવાથી તેની કરાયેલી વંદના નમસ્કારાદિ દ્વારાએ, અશનાદિ દાનદ્વારાએ કે પૂજા સત્કારાદિદ્વારાએ જે ભક્તિ કરાય તે ભક્તિને વીતરાગની ભક્તિ ગણવામાં આવેલી છે. વિશેષદૃષ્ટિએ વિચાર કરનારા માણસ તો એ વાતને ખરેખર અંતઃકરણમાં રાખી શકે તેમ છે કે વીતરાગ પરમાત્માએ ધારણ કરેલું શરીર જો કે ઈતરસંસારી જીવોનાં શરીરોથી જુદી જાતનું નથી, છતાં તે વીતરાગ પરમાત્માની હયાતિમાં તો તે વીતરાગ પરમાત્માના શરીરની ભક્તિદ્વારાએ જ વીતરાગ પરમાત્માની ભક્તિ કરી ગણાય છે અને તે દ્વારા સિવાય વીતરાગ પરમાત્માની પર્યુપાસનાનો બીજો કોઈ માર્ગ જ નથી, પરંતુ વીતરાગ પરમાત્માનો જે જીવ તે જ્યારે સાધ્યની સિદ્ધિ કરીને પરમપદને વરે છે, ત્યારપછી તેમના અહિં તિńલોકમાં રહેલા શરીરને પણ વીતરાગ પરમાત્માની માફક પૂજ્ય જ ગણવામાં આવે છે. જો કે તે વીતરાગ પરમાત્માના મૃતકદેહમાં અને બીજા સંસારિમનુષ્યોના મૃતકદેહમાં કોઈપણ જાતનો અજીવપણાને અંગે, અજ્ઞાનપણાને અંગે, અસમ્યકિત્વપણાને અંગે ફરક પડતો જ નથી, છતાં તે વીતરાગ પરમાત્માના મૃતદેહને જે સત્કાર, સન્માન આદિ કરીને આરાધવામાં આવે છે તથા તેવી વખતે પણ તે દેહની પર્યુપાસના કરાય છે, તે વીતરાગ પરમાત્માની ભક્તિ અને પર્યુપાસના થઈ એમ શાસ્ત્રકારો કહે છે અને સમ્યગ્દષ્ટિઓ માને છે. નિર્વાણકલ્યાણકને ભક્તિપૂર્વક કોણ આરાધે? આ બધી વસ્તુને માનનારો મનુષ્ય વીતરાગ ઉપરની હકીકત સમજનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે વીતરાગ (ચૈત્ય અને મૂર્તિ) અને શ્રી સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) એ છ ક્ષેત્રો ક્ષેત્ર તરીકે ગણવામાં વ્યાજબીપણું છે, તેમાં પણ જો કે વીતરાગ મહારાજાની હયાતિ સર્વકાળે હોતી નથી અને તેથી વર્તમાનકાળમાં પણ આ ક્ષેત્રમાં છે નહિં, પરંતુ તે વીતરાગ શબ્દથી જ્યારે વીતરાગ એવા મહાપુરૂષોની હયાતિ હોય ત્યારે પણ વીતરાગ એવા તેમના આત્માની તો પર્યુપાસના શક્ય પણ નથી અને બનવાની પણ નથી. અર્થાત્ વીતરાગ મહારાજાની ક્ષેત્ર તરીકે જે ભક્તિ તે વીતરાગ એવા આત્માની બનાવવા ધારીએ તો કોઈ કાળે પણ બની શકે જ નહિં, પરંતુ વીતરાગ પરમાત્માની હયાતિ વખત પણ તેમનું તેની પર્યુંપાસના કરવા દ્વારાએ વીતરાગની ભક્તિ બની શકે. જો કે સાક્ષાત્ ભક્તિ અને પર્યુપાસનાનો શરીર
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy