________________
૩૫૪ : શ્રી સિદ્ધચક્ર]
ભોગ સામગ્રીના ઉપભોગને કરી શકતો, પરંતુ જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવો તો પ્રબલ પુણ્યશાળી હોઈને શ્રેષ્ઠ એવી ભોગની સામગ્રીને પામવાવાળા હોય છે અને તે શ્રેષ્ઠ એવી ભોગની સામગ્રીના ઉપભોગને પણ કરવાવાળા હોય છે, આવી રીતે જીર્ણોદ્ધારનો મહિમા જણાવવાથી શાસ્ત્રકાર મહારાજને ભોગના ભોગવટાની અનુમોદના થઈ જાય એમ શંકાકાર તરફથી કહેવાનો અસંભવ નથી, પરંતુ શાસ્ત્રકાર મહારાજ તે જ ભોગના ભોગવટાની અનુમોદના ટાળવા માટે પૂર્વકાળનો ભોગવટો જણાવી ગૌણતા કરે છે અને મુખ્યતા શ્રેષ્ઠભોગની પ્રાપ્તિમાં અગર તેના ભોગટામાં ન રાખતાં તેની માત્ર અન્ઘતા રાખી મુખ્યતાનું સ્થાન સંયમઆદિકની પ્રાપ્તિને આપે છે અને તેથી જ જણાવે છે કે તે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ જલ્દી નિષ્કલંક એવા એટલે યથાખ્યાત જેવા ચારિત્રને પામે છે. જો કે યથાખ્યાત ચારિત્ર બે પ્રકારનું છે. એક યથાખ્યા ચારિત્ર એવું છે કે જે ચારિત્રને પામેલો મહાનુભાવ ઘાતિકર્મનો ક્ષય કરવા તરફ આગળ નહિં ધસતાં ઘાતિકર્મના વમળમાં જ ડુબવાવાળો થાય છે, જ્યારે બીજું યથાખ્યાત ચારિત્ર એવું છે કે જેને પામવાવાળો મનુષ્ય જરૂર ઘાતિકર્મનો ક્ષય કરે અને તે કર્યા પછી સર્વ કર્મસમુદાયનો ક્ષય કરીને સિદ્ધિપદની પ્રાપ્તિ જરૂર કરે. એવા બે પ્રકારના યથાખ્યાતોમાં જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ તો એવું યથાખ્યાત
ચારિત્ર પામે કે જે ચારિત્રના પ્રતાપે તે તે ભવમાં
સમગ્રકર્મનો ક્ષય કરીને સિદ્ધિપદને પામવાવાળા
વર્ષ ૮ અંક-૧૭-૧૮
[૫ જુલાઈ ૧૯૪૦,
ન
મોક્ષના અવ— કારણ એવા જે સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર છે તેનું તે કારણ છે અને જેઓ તદ્ભવમાં મોક્ષ ન પામી શકે તેઓને સુરસંપત્તિનું પણ તે જીર્ણોદ્ધાર જ કારણ છે. આ બધું ફળ જે જણાવેલ છે તે વિચારતાં નીચેનું કાવ્ય ધ્યાનમાં લેવાનું છે - યથા-આયાંત્યાયતને યતો યતિનનાઃ જુનિ મહેશનાં, શ્રુત્વા તામમત્તાશય: શ્રતિ મજ્ઞાન તથા વર્ઝનમ્। ચારિત્ર હતુ નેશતઃ સ નમતે કાલ્ સર્વતો વપિ તન્, નીર્ણોદ્ધાર: માત્ મુશિવશ્રીમાનનું ગાયતે શ્॥
થાય.
અન્તિમ ફળ શું ?
જીર્ણોદ્ધારના વર્ણનની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સર્વ તીર્થંકર મહારાજાઓએ આવી રીતે જીર્ણોદ્ધારનું ફલ મોટું છે એમ જણાવ્યું છે અને
અર્થ - આ ચૈત્યમાં મહાનુભાવ મુનિવરો આવશે. તેઓ જિનેશ્વર ભગવાનના માર્ગની દેશના કરશે, તે દેશના સાંભળીને નિર્મળ પરિણામવાળા જીવો શુદ્ધ એવા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પામશે, અને કેટલાક મહાનુભાવો તે દેશના સાંભળીને દેશથી વિરતિ એટલે શ્રાવકપણું અગર સર્વથી વિરતિ એટલે સાધુપણું પામશે એવું વિચારે આવા કારણથી જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ અનુક્રમે દેવલોક અને મોક્ષની લક્ષ્મીનું ભાજન થાય છે. સાતે ક્ષેત્રોમાં જ્ઞાનક્ષેત્ર ક્યા નંબરે ?
ભયંકર ભવોદધિથી તારનાર એવા તીર્થંકર
મહારાજની યાત્રાપૂજાદિ કરવાને માટે ઉત્સાહિત બનેલા એવા યાત્રિકવર્ગોના ભાવની સ્ફૂર્તિ અને ઉલ્લાસને અંગે યાત્રિકગણના નેતા બની સંઘપતિ બનનાર મહાનુભાવને જો કે હંમેશાં વીતરાગ (૧ મૂર્તિ અને ૨ ચૈત્ય) જ્ઞાન (૩) શ્રીસંઘ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) અને શ્રાવિકા રૂપ શ્રીધર્મબિન્દુવગેરેમાં જણાવેલાં સાતે ક્ષેત્રોની આરાધના કરવી યોગ્ય છે. એમ ધારવા છતાં યથાસ્થિતિ એ ક્ષેત્રની ભક્તિ, ઉન્નતિ અને વૃદ્ધિનો પ્રસંગ સંઘયાત્રાની વખતે તે નેતાન ઘણા મોટા ભાગે આવે છે અને એ મુદ્દાને આગળ કરીને સાતક્ષેત્રનું