________________
તીર્થયાત્રા
આજ વાતને આગળ કરીને શાસ્ત્રકાર મહારાજ જીર્ણોદ્ધાર કરનારની જનપ્રિયતા જણાવતાં ભરતમહારાજાનું દૃષ્ટાંત જણાવે છે. અર્થાત્ તે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ ભરતમહારાજની માફક સર્વલોકોને અત્યંત ઈષ્ટ બને અને એવા જ સૌભાગ્યવાળો તે હોય.
-
સંઘયાત્રા સ
બંધ બેસતી ચીજ તો નથી જ. બીજી બાજુ કલ્પવૃક્ષ એ એક એવી ચીજ છે કે મોક્ષમાર્ગના પ્રાદુર્ભાવને સહન કરી શકે નહિં, એટલે કલ્પવૃક્ષ દ્વારાએ ઈષ્ટ સિદ્ધિ હોય ત્યારે મોક્ષનો માર્ગ પ્રચલિત ન હોય અને મોક્ષનો માર્ગ પ્રચલિત હોય ત્યારે કલ્પવૃક્ષનું મનોવાંછિત પૂરવાપણું અને યાવત્ હયાતિ પણ ન હોય.
(ગતાંકથી ચાલુ)
કલ્પવૃક્ષ સરખો દાનેશ્વરી કોણ બને ?
પૂર્વે જણાવ્યા પ્રમાણે સોમતા તેજસ્વિતા સુરૂપતા અને જનપ્રિયતા હોવા છતાં પણ દાનગુણની અપૂર્વતા હોવાથી તે સોમતા આદિક ગુણોની સાથે દાનગુણનું નિયમિતપણું નથી હોતું એમ સૂચવે છે. નથી તો ચંદ્ર દાનેશ્વરી, નથી તો સૂર્ય દાનેશ્વરી, નથી તો કામદેવ દાનેશ્વરી કે નથી તો ભરતમહારાજા દાનેશ્વરી, તેને માટે તો શાસ્ત્રકાર મહારાજા કલ્પવૃક્ષનું દૃષ્ટાન્ત આપીને જણાવે છે કે - જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ બીજાભવમાં કલ્પવૃક્ષની માફક દાનેશ્વરી થાય છે, જો કે કલ્પવૃક્ષ એ એવી ચીજ છે કે યાચકોના સર્વમનોરથને પૂરણ કરે છે, પરંતુ જગતની એવી એક વિચિત્ર સ્થિતિ છે કે તે કલ્પવૃક્ષો તેવા જ જમાનામાં હયાતિ ભોગવે છે કે જે વખતે લોકોમાં લોભનો તેટલો બધો પ્રવાહ વધેલો હોય નહિં. અર્થાત્ જ્યારે જગતમાં લોભનો પ્રવાહ નથી વહેતો ત્યારે કલ્પવૃક્ષની જગતમાં હાજરી હોય છે, અને જ્યારે જગતમાં લોભનો પ્રવાહ વહેવા માંડે છે ત્યારે તે કલ્પવૃક્ષો અદૃશ્ય થાય છે. એટલું જ નહિં, પરંતુ કલ્પવૃક્ષની હયાતિ હોય તે વખતે પણ જગતમાં જેમ જેમ લોભનો પ્રવાહ વધતો જાય છે તેમ તેમ કલ્પવૃક્ષનો મહિમા પ્રભાવ ઘટતો જાય છે, અને જેમ જેમ જગતમાં લોભનો પ્રવાહ જગવ્યાપિપણે ઓછો થતો જાય છે તેમ તેમ જ કલ્પવૃક્ષનો પ્રભાવ વધતો જાય છે. એટલે કહેવું જોઈએ કે કલ્પવૃક્ષ એ લોભના પ્રવાહને
.
પંચેન્દ્રિય પટુતા સાથે ભોગોપભોગનું પર્યવસાન શામાં ?
આ બધી વસ્તુ વિચારતાં કલ્પવૃક્ષ કરતાં પણ કે ચિન્તામણિ રત્ન જે મનોવાંછિતને પૂરે છે તે ઉચ્ચપદવીએ આવે છે, એમ ગણીને હોય તેમ ચિન્તામણીની ઉપમા જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને શાસ્ત્રકાર આપે છે. આવી રીતે અંશિક ઈષ્ટસિદ્ધિ જણાવીને પરમ ઈષ્ટસિદ્ધિ જણાવતાં શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે તે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ ચક્રવર્તી અને વાસુદેવ સરખી પૂજ્યતા લોકો તરફથી મેળવે છે. આ ઉપર જણાવેલું સર્વ ફળ પૌદ્ગલિક ફળની અપેક્ષાએ જણાવતાં માત્ર પ્રાપ્તિ તરીકે જણાવ્યું છે, પરંતુ કેટલાક મમ્મણ શેઠ જેવા જીવો એવા પણ હોય છે કે જેઓ સાધનસંપન્ન હોવા છતાં સાધનનો ઉપભોગ કરનારા ન હોય, પરંતુ આ જીર્ણોદ્ધાર કરનારા મહાનુભાવ તો સાધનસંપન્ન હોવા સાથે તેના ઉપભોગને પણ યથાસ્થિત રીતિએ કરનારા હોય છે તે જ જણાવવાને માટે શાસ્ત્રકાર કહે છે કે તે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ શ્રેષ્ઠ એવા પાંચે ઇંદ્રિયોના વિષયોનો ભોગવટો કરનાર હોય છે. જો કે ભોગની સામગ્રી પ્રાપ્ત થવી તે પુણ્યના જોરથી જ બને છે અને ભોગનો ભોગવટો તે પણ પુણ્યના જોરેજ બને છે. પુણ્યકર્મની ખામીવાળો મનુષ્ય નથી તો ભોગની સામગ્રીને પામી શકતો અને નથી તો
જ