________________
૩૪૪ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૭-૧૮
એકમ હોય ત્યારે શાસન પક્ષ તો સમગ્ર ક્ષયે પૂર્વાંના નિયમથી તેમજ શ્રીહીરવિજયસૂરિજીના પૂનમના ક્ષયના પ્રશ્નોત્તરમાં ત્રયોની ચતુર્વો: એવું
[૫ જુલાઈ ૧૯૪૦, તેમ કરી તે બુધવારે ખોખા પુનમ કે ખોખા અમાવાસ્યા માની તેની આરાધના ગુરૂવારે કરશે. એટલે શાસનપક્ષ જ્યારે બુધવારે ચૌદશ આરાધશે ત્યારે આ પર્વલોપકપક્ષને મંગળવારે ચૌદશ કરવાનું થશે એટલે તેવી વખતે એક વારનો ચૌદશમાં ફરક આવશે. એમાં રામટોળીનું કહેવું એમ થાય છે કે પૂનમ અને અમાવાસ્યાના ક્ષયની વખતે પણ અમો ચૌદશ જે ઉદયવાળી તેને જ આરાધીયે છીએ અને શાસનપક્ષથી નથી તો પૂનમ કે અમાવાસ્યાના ક્ષયની વખતે ઉદયવાળી ચૌદશને આરાધવાનું બનતું, તેમ નથી તો પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિની વખત ચૌદશ ઉદયવાળીનું આરાધવાનું બનતું અને શાસ્ત્રકારોએ મિ ના તાક પમાાં એ વગેરે વાક્યોથી ઉદયવાળી તિથિને પ્રમાણ માની આરાધના કરવાનું જણાવ્યું છે. એટલું જ નહિં, પણ એમ પણ સાથે જ જણાવ્યું છે કે ઉદયવિનાની તિથિને આરાધવાવાળાઓ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના જેવા મહાદોષોને પામે છે. એમ કહીને તે કહે છે કે અત્યાર સુધીના પૂર્વપુરૂષોએ આ ઉદય બાબતનો વિચાર બીજી પર્વતિથિની વૃદ્ધિ હાનિમાં કર્યો નથી અને અમે પણ તેને લીટે લીટે અત્યાર સુધી વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ કરી હતી, પણ હવે તો ઉદયવાળી તિથિ આરાધવાનો શુદ્ધમાર્ગ ગ્રહણ કર્યો છે.
સ્પષ્ટદ્વિવચન હોવાથી તેમજ શ્રી વિજયદેવસૂરિજીના પટ્ટકાદિને અનુસરતી પરંપરાને અનુસરીને સોમવારે તેરસ ન માનતાં તેનો ક્ષય માનીને સોમવારે ચૌદશ અને મંગળવારે અમાવાસ્યા કે પૂનમ માનશે. ત્યારે પર્વવિરાધક પક્ષનો એક ડોસીવાળાનો ભાગતો તેરસે સોમવારે પૂનમ અને મંગળવારે ચૌદશ એમ પૂનમ પછી ચૌદશ માનશે અને ડભોઈભાગ તે તેરસે સોમવાર માની મંગળવારે ચૌદશ અને પૂનમ કે અમાવાસ્યા બંન્નેને ભેળા માનશે. એટલે એકંદરે શાસનપક્ષ તેવે વખતે સોમવારે ચૌદશ કરનાર થશે, અને પર્વલોપકપક્ષ મંગળવારે ચૌદશ કરનાર થશે જ વળી એવી રીતે પૂનમ અમાવાસ્યા જેવી પર્યાનન્તર પર્વતિથિની વૃદ્ધિ આવશે ત્યારે પણ શાસનપક્ષ અને પર્વલોપકપક્ષ વચ્ચે એક દિવસનો ફરક પડશે. કેમકે જ્યારે લૌકિકટીપ્પણામાં સોમવારે તેરસ, મંગળવારે ચૌદશ તથા બુધવાર તથા ગુરૂવાર બન્ને દિવસે અમાવાસ્યા કે પૂનમ હશે ત્યારે શાસનપક્ષ સોમવાર અને મંગળવારે તેરસ માની બે તેરસ માનશે અને બુધવારે ચૌદશ માની ગુરૂવારે અમાવાસ્યા કે પૂનમ માનશે. ત્યારે શાસનવિરોધી પક્ષ સોમવારે તેરસ માની મંગળવારે પક્ષી ચૌદસ માનશે અને