________________
વર્ષ ૮ અંક-૧૭-૧૮
૩૪૫ : શ્રી સિદ્ધચક્ર] સમાધાન - પ્રથમ તો કાંમિ ના તિલ્હી અને તાક પમાાં વગેરે વાક્યો તિથિની વ્યવસ્થા માટે છે અને તિથિની વ્યવસ્થા કરીને પછીજ અને પર્વતિથિની વ્યવસ્થા થવાને અંગે જ વ્યવસ્થાકારોએ શાસ્ત્રોમાં આરાધના કહેલી છે, અને તેથીજ ક્ષયે પૂર્વા તિથિ: હાર્યાં એમ કહીને તિથિની વ્યવસ્થા શાસ્ત્રકારોએ કરી છે. શ્રીતત્ત્વતરંગિણીમાં પણા તિથિરારાધ્યત્વન સંમત્તા એમ કહી પહેલી તો તિથિની વ્યવસ્થા કરીને પછી જ આરાધનાની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી શ્રીતત્ત્વતરંગિણીમાં સ્પષ્ટ શબ્દોથી જણાવવામાં આવ્યું છે કે જ્યારે ચૌદશનો ઉદય ન હોવાથી ટીપ્પણામાં ન હોય ત્યારે તેરસ ઉદયવાળી છે છતાં પણ તેરસનું નામ પણ તે દિવસને લગાડવાનું હોતું નથી, માટે તે દિવસે તેરસ છે એમ કહેવાય જ નહિ. પરંતુ ચૌદશ એ પર્વતિથિ હોવાથી તેનો ઉદય ન હોવાથી ક્ષય છે, છતાં પણ જે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે એવાં ચૈત્યસાધુવંદન અને પાક્ષિકોપવાસ વગેરે સર્વ ધર્મકાર્યમાં સકલ શ્રીસંઘ તે દિવસે ચૌદશ જ છે એવો વ્યપદેશ એટલે નામ લેવાનું કરે છે, માટે ઔયિકી તેરસ છતાં પણ તેને ચૌદશજ છે એમ શ્રીસંઘ સ્વીકારે છે. આ વિચારનારા સ્પષ્ટપણે સમજી શકશે કે રામટોળીનો જે ભાગ સાતમ માનીને આઠમની આરાધના કરવાનું કહે છે અને જે ભાગ સાતમ આઠમને ભેગા માનીને
[૫ જુલાઈ ૧૯૪૦, તે દિવસ આઠમને આરાધના કરવાનું કહે છે તે બન્ને શાસ્ત્રના કથનથી વિરૂદ્ધ જ છે. અને શ્રીસંઘથી પણ બહાર ગયેલા છે અને જે રામટોળીનો ભાગ એમ કરીને શાસ્ત્ર અને શ્રીસંઘથી બહાર થાય તેને અનુસરનારો વર્ગ પણ તેવો જ થાય છે. યાદ રાખવાની જરૂર છે કે જમાલીની ચાલે ચાલનાર તથા ગોશાળાની ચાલે ચાલનાર વર્ગ જમાલી કે ગોશાળાના નામે એક અંશે પણ આરાધક થઈ શક્યો ન હતો, આવી સ્થિતિમાં અમારા મહારાજ એમ કહે છે, અગર અમારા આચાર્ય એમ કહે છે કે અથવા અમારા બાપજી મહારાજ આમ કરે છે, એવાં વચનો કોઈ પણ પ્રકારે આરાધનામાં લાવી શકવાના નથી તેમ વિરાધનાથી બચાવી શકવાના પણ નથી. એટલે શાસ્ત્ર અને પરંપરાને અનુસારે જ્યારે પર્વતિથિની વૃદ્ધિ અને હાનિ હોય તે વખતે એનાથી પહેલાની અપર્વતિથિની જ હાનિ અને વૃદ્ધિ કરાય છે અને તેથી તે તે અપર્વતિથિનો ઉદય હોય તો પણ તે ઉદય પર્વતિથિનો છે એમ ગણીને ઉદયની પ્રામાણિકતા જાળવે જ છે અને રામટોળીને તો સાતમ આઠમ આદિ ભેગાં છે એમ ગણીને અને કહીને ભેળસેળવાદી થવું પડે છે. અથવા સાતમને માનીને આઠમ કરીને જુઠા પડવું પડે છે. તથા વૃદ્ધિની વખતે બન્ને દિવસ પર્વતિથિનો ઉદય માનીને પણ તેને ખોખું પર્વ છે એમ ગણીને અને કહીને પર્વના ઉદયને વિરાધવો પડે છે. એટલે પર્વલોપકને