________________
૩૪૩ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૭-૧૮
નથી, છતાં તે માને તેમાં અંશે પણ વિરાધકપણું કેમ ગણાય ? પરંતુ જેઓ તેવી વખતે ટીપ્પણાની સપ્તમી આદિને જ માને તેઓ લૌકિકટીપ્પણાના માત્ર ભક્ત રહે અને શ્રી ઉમાસ્વાતિવાચક જેવા મહાપુરૂષોને તેમજ તેમના પ્રઘોષ અને વચનને ઉઠાવવા દ્વારા ઉત્થાપક જ બને. આશ્ચર્યની વાત તો એ છે કે આ રામટોળી દ્યમિ અને તાક પમાળ ને જુવે છે અને લોકોને ભરમાવવા માટે બતાવે પણ છે. પરંતુ તેની સાથે જ અહૈં નફ્ કહીને અપર્વને પર્વતિથિ નામ આપવાની તથા યે ના વાક્યથી પહેલાની તિથિનું તો નામ નહિ લેતાં ક્ષય કરવાની વાત જે છે તેને તો જોતી કે સમજતી જ નથી અને તેવા અજ્ઞાન અને અશ્રદ્ધાના પ્રતાપે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ વર્તન કરે છે અને કરાવે છે, અને એ કામ જાણી જોઈને સાચા પાઠો સાચી યુક્તિઓ અને તેવી પરંપરા જાણ્યા પછી તેનાથી વિરૂદ્ધ થઈને કરે છે અને તેવું તો કદાગ્રહી મિથ્યાત્વી સિવાય બીજાથી બને નહિં એ સ્પષ્ટ જ છે.
પ્રશ્ન-૮૨ સામાન્યપણે બીજ આદિ પર્વતિથિની ક્ષય
વૃદ્ધિની વખતે તો માત્ર કથનમાં જ ફરક પડે છે. કેમકે શાસન પક્ષવાળા જ્યારે પડવા આદિનો ક્ષય માની બીજ આદિ પર્વતિથિને માની આરાધના કરે છે, ત્યારે જેને પર્વને ઉદય ન માનવાને લીધે અનુદય માનીને પણ ક્રિયા કરનાર હોવાથી કે ક્ષય માનવામાં
[૫ જુલાઈ ૧૯૪૦, પર્વલોપકમાં માનવામાં આવ્યા છે અગર બન્યા છે. તે રામટોળીવાળાઓ તે પડવા આદિનો ઉદય માનીને તથા બીજ આદિનો ક્ષય માનીને પણ આરાધના તો બીજ આદિની તે જ દિવસે કરે છે, તેમજ બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિની વખતે જ્યારે શાસનપક્ષ એકલી બીજી બીજ આદિ તિથિનો જ સૂર્યોદય છે, અને એમ માની ને પહેલાના સૂર્યોદયને પડવા આદિના સૂર્યોદય તરીકે માની પડવા આદિ વૃદ્ધિ કરે છે ત્યારે આ પર્વવિરાધક તરીકે પંકાયેલો રામટોળીનો પક્ષ પણ તે બીજ આદિના બન્ને સૂર્યોદયને બીજના સૂર્યોદય તરીકે માની બે બીજ આદિ પર્વતિથિ માને છે. પરંતુ તેમ માનીને પણ બીજ આદિના બે સૂર્યોદયને માન્યા છતાં પણ તે દિવસે બીજ આદિ પર્વતિથિની આરાધના નહિં કરતા રહેવાથી જો કે પર્વના લોપક એટલે પર્વતિથિને માન્યાં છતાં નહિં આરાધનાર થઈને વિરાધક બને છે, પરંતુ બીજે દિવસે જ ને બીજ આદિની આરાધના કરનાર હોવાથી શાસનપક્ષની સાથે માત્ર તિથિના નામનો જ માત્ર ફરક રહે છે. પણ દિવસનો કે આરાધનાનો ફરક પડતો નથી, પરંતુ અમાવાસ્યા જેવી પર્વતિથિની પછીની બીજી પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ તો દિવસનો ફરક પડે, અર્થાત્ ટીપ્પણામાં સોમવારે તેરસ, મંગલવારે ચૌદશ હોય અને અમાવાસ્યા કે પૂનમનો ક્ષય હોઈને બુધવારે