________________
૩૪૨ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૭-૧૮
[૫ જુલાઈ ૧૯૪૦, જણાવી છે. પરંતુ રામટોળીના મનુષ્યો વગર ઉદયની પર્વતિથિ છે એમ માનીને ઉદયને અપ્રમાણ કહે છે, તેમ પર્વતિથિના બન્ને ઉદયને માનવાવાળા થઈ પહેલી પર્વતિથિને ખોખા તિથિ કહી ઉદયને માનતા ન હોવાથી મિથ્યાત્વ આદિ દોષોને વ્હોરનારા થાય છે. તત્ત્વથી ઉત્ત્પમિ વગેરે વાક્યો ક્ષય કે વૃદ્ધિ ન હોય તેવી તિથિઓને માટે છે અને ક્ષય વૃદ્ધિવાળી તિથિઓ માટે તો યે વગેરે વાક્યો છે. અને તે કારણથી જ શાસ્ત્ર તથા પરંપરાને માનનારા તો ક્ષય વૃદ્ધિએ પહેલાની અપર્વતિથિઓની જ ક્ષય વૃદ્ધિ કરે છે. રામટોળી પણ હમણાં સુધી તો એમજ કહેતી હતી અને કરતી હતી.
કારણથી જ ઉદય વખતની તિથિને ન માનનાર મિથ્યાત્વ આદિ દોષોને પામનારો ગણાય. તેમાં આશ્ચર્ય નથી. અમાવાસ્યાની પાછલી રાતે પડવો બેસી ગયો છતાં પણ કાર્તિક અમાવાસ્યાએ જ શ્રીવીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક ગણાય. એટલે જૈનશાસનને માનનારાઓ તિથિના આરંભ પૂર્વાણાદિવ્યાપ્તિને લઈને કરી શકે નહિ, કિન્તુ તેઓને તો ઉદયની વ્યાપ્તિથી ઉદયવાળી તિથિ જ માનવી જોઈએ એ જ લેવો પડે, અને આ કારણથી શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ ટીપ્પણામાં આઠમ આદિના ક્ષયની વખતે આઠમ આદિનો ઉદય નથી હોતો, કિન્તુ સાતમ આદિનો ઉદય હોય છે, છતાં તે ઉદયને આઠમનો ઉદય ગણી અને સાતમનો ઉદય નહિં ગણીને અર્થાત્ સાતમનો ક્ષય ગણીને તથા આખી આઠમ એમ માનીને જ આરાધના કરે છે. માત્ર આ રામટોળી જ તેવી વખતે સાતમ ગણીને અર્થાત્ ઉદયવાળી આઠમ છે એમ નહિં ગણીને આઠમની આરાધના કરે છે, અને તેથી તે ટોળી જ વગર ઉદયની આઠમ વગેરે માનવાથી, આજ્ઞાભંગ આદિ દોષોને પામે છે. આ કારણથી તો શાસ્ત્રકારોએ ક્ષયે પૂર્વા તિથિ: એમ કહ્યું છે, વળી શાસ્ત્રની અપેક્ષાએ તિથિ કે પર્વતિથિ એક્કે ન વધવાવાળી છતાં લૌકિક ટીપ્પણામાં પર્વતિથિ પણ વૃદ્ધિ પામી બે સૂર્યોદયવાળી થાય છે. ત્યારે પણ પહેલાના ઉદયને અપ્રામાણિક ઠરાવી બીજી પર્વતિથિને ઔયિકી તરીકે
પ્રશ્ન-૮૧ ટીપ્પણામાં સાતમ આદિનો સૂર્યોદય હોય છતાં તે માનવો નહિં અને આઠમનો ક્ષય હોવાથી સૂર્યોદય નહિં હોવા છતાં અષ્ટમીનો સૂર્યોદય માનવો એ જુઠ્ઠું અને અમાન્ય કેમ ન ગણાય ?
સમાધાન - પરંપરાને અનુસરીને લૌકિકટીપ્પણાં
જૈનશાસનની દૃષ્ટિએ વિરૂદ્ધ, અસત્ય અને અમાન્ય છતાં તેને માનનાર, કહેનાર અને તે પ્રમાણે વર્તન કરનાર જો મૃષાવાદી કે વિરાધક બનતો નથી, તો પછી જૈનશાસનના ક્ષયે પૂર્વી તિથિ: તથા અન્ન નફ ઈત્યાદિ શાસ્ત્રોને અનુસરીને પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ટીપ્પણામાં ક્ષય નથી છતાં ક્ષય માને અને અષ્ટમી આદિનો તે લૌકિકટીપ્પણામાં ક્ષય હોવાથી સૂર્યોદય