SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંક-૧૫-૧૬ ૩૨૮ : શ્રી સિદ્ધચક્ર] દ્વારાએ વ્યાપ્તિ કરનારા, એટલે ભગવાન્ જિનેશ્વર મહારાજમાં અપૂર્વ સૌમ્યતા ખીલેલી છે, છતાં પણ તેઓ કાલાંતર અને ક્ષેત્રાંતરના મનુષ્યોને જગના વ્યવહારની દૃષ્ટિએ દૃષ્ટાન્તભૂત થતા નથી, પરંતુ ચંદ્રમા એ એવી વસ્તુ છે કે જે જગતના બીજા સર્વપદાર્થો કરતાં અત્યંત સૌમ્યતાવાળી છે અને તે સૌમ્યતા તેના પરિભ્રમણ અને સ્થાયિપણાને લીધે ક્ષેત્રાન્તર અને કાળાંતરમાં પણ પ્રત્યક્ષનો વિષય દૃષ્ટાન્તરૂપ થઇ શકે છે. આ કારણથી શાસ્ત્રકાર મહારાજે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવની સૌમ્યતાની ઘટના ચંદ્રની સાથે કરીને ચંદ્દોન્ન સોમ્નયા॰ એમ જણાવી જણાવ્યું છે કે તે જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ દેવભવનાં સુખો અનુભવીને જ્યારે મનુષ્યભવમાં આવે છે ત્યારે અનહદ સૌમ્યતાવાળો હોય છે અને તેની તે સૌમ્યતા ખરેખર ચંદ્રની સાથે ગણી શકાય. વાચકવર્ગે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જૈનગ્રંથોના અનુસારે સૂર્ય કરતાં પણ ચંદ્રની મહર્ષિક્તા છે અને તે મહર્બિક્તાની સાથે સૌમ્યતા રહેવાથી એ સૌમ્યતાની કિંમત ઘણે જ ઉંચે દરજ્જે જાય છે, વળી આત્મકલ્યાણના માર્ગની અપેક્ષાએ તેજસ્વીપણાને જેટલું અગ્રસ્થાન મળતું નથી તેના કરતાં અનેકગણું અગ્રસ્થાન સૌમ્યતાને આપવામાં આવે છે. ભગવાન્ જીનેશ્વર મહારાજની સ્તુતિમાં પ્રશમનિમનું દ્દષ્ટિથુમ એમ કહી વીતરાગતાના પ્રથમ પગથીયા રૂપે દૃષ્ટિની સૌમ્યતાને આગળ કરવામાં આવેલી છે. વળી કવિરૂઢિની અપેક્ષાએ ભગવાન્ તીર્થંકર મહારાજની તેજસ્વીતાનો ભામંડળ નામના પ્રાતિહાર્યમાં સંક્રમ ઉત્પ્રેક્ષિત કરવામાં આવ્યો છે, પરંતુ સૌમ્યતાના એક અંશનો પણ સંક્રમ કવિ લોકના અલંકારની રૂઢિએ પણ કરવામાં આવ્યો નથી. એટલે જીર્ણોદ્વાર કરનારના મહિમાને જણાવતાં ચંદ્ર જેવી સૌમ્યતા [૫ જુન ૧૯૪૦, જણાવી જીર્ણોદ્ધાર કરનારનું અપૂર્વ સૌમ્ય ભવાન્તર થવાનું જણાવ્યું છે, જેવી રીતે સૌમ્યતાને માટે ચંદ્રને દૃષ્ટાન્ત તરીકે લીધો, તેવી રીતે તેજસ્વીતાને માટે સૂર્યને દૃષ્ટાન્ત તરીકે લેવામાં આવ્યો છે. જગતમાં એ વાત તો સ્પષ્ટ છે કે સૂર્યની તેજસ્વીતા આગળ અન્ય મણિ, રત્ન, તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્ર વિગેરે કોઈપણ તેજસ્વીપણાને ધારણ કરી શકતા નથી. એટલે જગતમાં તેજસ્વીતામાં ઉત્કૃષ્ટસ્થાન સૂર્યનું હોઈને જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને માટે જણાવવામાં આવ્યું કે તે મહાનુભાવ તેજસ્વીતાએ કરીને સૂર્ય જેવો થાય. સુરૂપતા અને જનવલ્લભપણું પણ જીર્ણોદ્વારથી મળી શકે. સૌમ્યતાએ ચંદ્ર જેવો અને તેજસ્વીતાએ સૂર્ય જેવો છતાં પણ શરીરના રૂપનું અવ્યવસ્થિતપણું હોય તો કાકપદવાળા રત્નની માફક તેની સૌમ્યતા અને તેજસ્વીતા બંને પણ પ્રશંસાની અપેક્ષાએ નકામાં થઇ જાય, માટે શાસ્ત્રકાર સૌમ્યતા અને તેજસ્વીતાના વર્ણનની સાથે જણાવે છે કે શરીરના રૂપ એટલે આકાર, રંગ અને સંસ્થાન આદિની અપેક્ષાએ તે જીર્ણોદ્ધાર કરનાર મહાપુરૂષ કામદેવ જેવી ઉચ્ચતર રૂપની સ્થિતિને પામેલો હોય. જો કે સૌમ્યતા, તેજસ્વીતા અને સુરૂપતા એ ત્રણે ગુણ હોવા છતાં પણ કેટલાક મનુષ્યો એવા દુર્ભાગ્ય નામકર્મના ઉદયવાળા હોય છે કે જેથી તેઓ જગતને વલ્લભ થઇ શકતા નથી, ગધેડીનું બચ્ચું સૌમ્ય હોય, મનોહર આકારવાળું હોય અને સ્વચ્છપણાથી ચમકતું પણ હોય, તો પણ સજ્જન પુરૂષોને તો તે ઇષ્ટ ન ગણાય તે સ્વાભાવિક જ છે. ભગવાન્ ઋષભદેવજી મહારાજના પુત્ર બાહુબલજી સૌમ્યતા, તેજસ્વીતા અને સુરૂપતા એ ત્રણે ગુણે યુક્ત હોવા છતાં જગવલ્લભપણાની પદવીને તો ભરતમહારાજા જ પામી શક્યા. (અનુસંધાન પેજ - ૩૫૩) (અપૂર્ણ)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy