________________
વર્ષ ૮ અંક-૧૫-૧૬
૩૨૭ : શ્રી સિદ્ધચક્ર]
જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને અમુક સંજોગો પુરતી જ અનુકૂલતા હોવાનું બને છે એમ નથી, પરંતુ તે મહાનુભાવ હંમેશાં વિવેકી લોકોની અનુકૂલતાવાળા જ હોય છે, એવી રીતે કળાના સમુદાયમાં કુશલતા, કુલના આચારની ઉત્તમતા અને હંમેશાં અનુકૂલતા ધારણ કરવાવાળા મનુષ્યોમાં પણ સરળતાનો ગુણ આવવો એ ઘણી મુશ્કેલીની ચીજ છે. એટલે મનુષ્યજાતિના સ્વભાવથી લોભની અધિક્તા જોવામાં આવે છે અને તે જાતિ લોભના પોષણને માટે મનુષ્યને સરલપણે વર્તવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે. પરંતુ જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવ એવો ભાગ્યશાળી હોય છે કે તેના ભાગ્યના પ્રતાપે તેને અઢળકઋદ્ધિ વગર ઈચ્છાએ પણ મળે અને કોઈપણ કારણસર કોઇપણ પ્રકારના પ્રપંચો કરવાની તે મહાનુભાવને જરૂર રહે નહિં. જેમ કળાના સમુદાયમાં કુશલતા, ઉત્તમકુળ, અનુકૂળતા અને સરળતા એ ગુણો જેવી રીતે ઉત્તમતાની નિશાનીરૂપ છે, એવી રીતે એ ગુણો દુઃશીલપણાની વિકૃતિની પણ જડ છે, પરંતુ જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને મળેલા તે કળાસમુદાય વિગેરેનો સમૂહ અવળે માર્ગે લઇ જનાર બને જ નહિં, પરંતુ તે મહાનુભાવ કળાસમુદાય આદિએ યુક્ત છતાં પણ પવિત્ર આચારવાળા જ હોય એમ જણાવવા માટે શાસ્ત્રકાર સુશીલા. એ વિશેષણ મૂકે છે. દૌર્ભાગ્ય નામકર્મનો અભાવ શાથી ?
[૫ જુન ૧૯૪૦,
દેવતા, મનુષ્ય અને દાનવો તથા દેવી સ્ત્રી અને અસુરદેવીઓના મન અને લોચનને આનંદ આપનારો જ તે બને છે, જો કે આનંદ પ્રાપ્ત થવો, કે આનંદને અનુભવવો તે આત્માનું કાર્ય છે. મન અને નેત્ર તો ભૌતિક હોવાને લીધે સુખ કે આનંદના સ્વભાવવાળાં હોતાં નથી, પરંતુ સૌભાગ્યને ધારણ કરનારા મનુષ્યોની ઉત્કૃષ્ટતા જણાવતાં સર્વ કવિઓ મન અને લોચનના જ આનંદને વર્ણવે છે. તત્ત્વસ્થિતિએ વિચારીએ તો તે સૌભાગ્યને ધારણ કરનારો મનુષ્ય એટલા બધા ગુણના સમુદાયવાળો હોય કે જેના ગુણગણને સ્મરણ કરતા દેવતા અને દેવીઓ વિગેરે સર્વ આનંદ પામે, તેમજ જેના શરીરના રૂપ, રંગ, સંસ્થાન, અંગાવયવો વિગેરે એટલા બધા સુંદર હોય કે તે સૌભાગ્યશાળી મનુષ્યને દેખનારા દેવ, દેવી, સ્ત્રી અને પુરૂષો એકસરખા આનંદને જ પામે. અર્થાત્ સૌભાગ્યને ધારણ કરનાર પુરૂષોના ગુણ અને રૂપાદિને અંગે ઉત્પન્ન થતા આનંદની તીવ્રતા જણાવવા માટે મન અને લોચનને આનંદ કરે એવી ઘટના કરવી પડે છે. વસ્તુતઃ મન અને લોચન દ્વારાએ દેખનાર અને વિચારનાર મનુષ્યો ભાગ્યશાળીને અંગે અનહદ આનંદને પ્રાપ્ત કરે છે. મનુષ્યત્વાદિકની પ્રાપ્તિ વિગેરે ગુણો જે જીર્ણોદ્ધારના ફળરૂપે જણાવ્યા છે તેના હેતુ તરીકે ગુણોને જણાવતાં જીર્ણોદ્ધાર કરનારની સૌમ્યતા, તેજસ્વિતા, રૂપયુક્તતા અને જનેષ્ટતા જણાવવા માટે શાસ્ત્રકાર મહારાજા આગળની ગાથા કહે છે. અપૂર્વ સૌમ્યપણું અને તેજસ્વીપણું ભવાંતરમાં શાથી ......
જગતમાં કેટલાક મહાનુભાવો કળાના સમુદાયમાં કુશળ હોય, ઉત્તમકુળવાળા હોય, અનુકૂળ હોય, સરલ હોય અને પવિત્ર આચારવાળા હોય, છતાં પણ દુર્ભાગ્ય નામકર્મના ઉદયને લીધે કોઈપણ વ્યક્તિને તે મનુષ્યો પ્રીતિકર થાય નહિં, એવું બને, છતાં જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને તો એવી દૌર્ભાગ્યવાળી દશા સ્વપ્ને પણ ન હોય, કિન્તુ
સૌમ્યતાનું સ્થાન પુરૂષોમાં નથી હોતું એમ નહિં ભગવાન્ તીર્થંકર વિગેરે મહાપુરૂષોમાં સૌમ્યતાની પરાકાષ્ઠા હોય છે, પરંતુ ભગવાન્ તીર્થંકર મહારાજા વિગેરે નથી તો બીજા આરા સુધીમાં રહેનારા, તેમ નથી તો જગતમાં બધે ભ્રમણ