________________
' ૨૩ * તા.ક. (૧) શ્રી હીરપ્રશ્નાદિનો વિરોધ ટાળવો, એ તો ઉભય પક્ષની ફરજ જ છે, (૨) શ્રી સિદ્ધચક્રનાં તમો જુઠ્ઠાણાં જણાવો તે જો તટસ્થ સત્ય કહેશે તે પ્રમાર્જન કરાશે.
આનન્દસાગર " આ પ્રમાણે દરેક પત્ર લખાવટને પરિણામે આમને સામન ઉભયપક્ષે ચર્ચા માટે પ્રતિજ્ઞા પણ કરી જ દીધા પછી તો ઉપાટ જંબુવિ, હવે તો તિથિ ચર્ચામાં જરૂર ઉભા રહેશે, અને તે ટાઈમે તિથિ ચર્ચાનો અંત જ આવી જઈ શ્રી સંઘમાં અપૂર્વ શાન્તિ ફેલાશે, એમ જ ધાર્યું હતું. એ સિવાય ઉ૦ જંબુવિ૦ ને મહા સુદ ૮ના દિને લખેલ પત્ર મુજબ તેમણે શ્રી કર્મપ્રકૃતિ, શ્રી પંચસંગ્રહ તથા વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાની ટીપ્પણી આદિમાં ખૂબજ જુદાણાં સેવ્યાં છે, તે પણ તેમને સમજાવવા મુનિશ્રી હંસસાગરજી મહારાજે બીજાજ અઠવાડીયાની માંગણી કરી બીજો પણ પત્ર લખ્યો, તે પત્ર નીચે મુજબ,
ફાગણ વદી ૪ પાલીતાણા પન્નાલાલની ધર્મશાળા શ્રી જંબુવિજયજી યોગ્ય, - શ્રી તત્ત્વતરંગિણીના અનુવાદનાં જુદાણાંને અંગે તમો અઠવાડિયામાં અહિં તમોએ બોલાવેલા મધ્યસ્થો સમક્ષ પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી સાથે ચર્ચા કરી નિચોડમાં આવતું સત્ય સ્વીકારી પ્રવૃત્તિ સુધારવાના છો તો તેની સાથે શ્રી કર્મપ્રકૃતિ, શ્રી પંચસંગ્રહ અને વિવિધ પ્રશ્નોત્તર બીજા ભાગની પ્રસ્તાવના તથા ટીપ્પણીના પણ જુઠ્ઠાણાં સાબીત કરવાની મારી મહા સુદી ૮ થી શરૂ થયેલી માગણી સ્વીકારશો.
તા.ક. આ બાબતમાં સત્ય સ્વીકારવાની પ્રતિજ્ઞા તમારી અને મારી બન્નેની સરખી જ છે.
આપની ઈચ્છા કદાચ આ અઠવાડિયામાં ન હોય અને આવતે અઠવાડિયે હોય તો તે ટાઈમ, સ્થળ અને તમારા બોલાવેલા મધ્યસ્થોનાં નામ જણાવવા સાથે જણાવશો.
યોગ્ય મધ્યસ્થો, વખત અને સ્થાન રાખવામાં તો તમો માર્ગ સમજો છો.
મધ્યસ્થોની હાજરીમાં ટૂંકા ટાઈમમાં નિર્ણય માટેની તે સભા કરવાનું નક્કી હોવાથી તમારા વિહારનો પ્રચાર તો જુકો મનાય છે.
લિ. મુનિ હંસસાગર ફા. વ. ૩ના ઉ૦ જંબુ વિ. એ કરેલી પ્રતિજ્ઞા, ચર્ચા માટેની બતાવેલી જોસભેર તૈયારી, તદુપરાંત પત્ર લખ્યા મુજબ પત્રના જવાબમાં તેમણે જ સૂચવેલ સ્થાન અને તેઓ જ સૂચવે તે મધ્યસ્થોની પણ રૂબરૂ અમો ચર્ચા માટે તૈયાર જ છીએ! અઠવાડીયામાં વ્યવસ્થા કરીને