________________
૨૪ જણાવો. એવો પૂ આ દેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાશ્રીએ ઉ જંબુવિ, ને તે જ દિવસે તૂર્ત જ સ્વીકારપત્ર પણ લખી મોકલ્યો. ફા.વ. ૩ના દિવસની આ વાત છે. એ પછી તો તેમણે વિહારની જ તૈયારી કરવા માંડી અને પાંચમને દિને વિહાર છે' એવી પાલીતાણામાં વાત પણ ફેલાવી દીધી છે. કહેવાની જરૂર નથી કે પૂ. આ. દેવેશશ્રીના છેલ્લા પત્રનો તો ફા. વદી ૪ સાંજ સુધી એમણે ઉત્તર ન જ આપ્યો, પણ એની સાથે બીજી પણ વધુ ખેદની વાત તો એ છે કે એમના અનુવાદ સિવાયનાં બીજા બીજા ગ્રંથમાંનાં પણ જુઠ્ઠાણાં સાબીત કરવા મુનિ શ્રી હંસસાગરજી મહારાજે તેમને ફા. વ. ૪ની સાંજે પણ એક બીજો પત્ર લખી મોકલ્યો, તે પત્રને તો હાથમાં જ નહિં લેતાં લઈ જનાર શ્રાવકને ‘ભાઈ મારે પત્ર નથી લેવો” એમ કહીને ચર્ચામાંથી ખસવાનાં પગરણ શરૂ કર્યા ! આ વખતે તેમની સાથેના પ્રાયઃ દરેક ચર્ચાપત્રોના આઘત માહિતગાર આ. શ્રી વિજય પ્રતાપસૂરી મ. તથા પં. શ્રી ધર્મ વિ. મ. વિગેરે ત્યાં બેઠા જ હોવા છતાં ઉ૦ જંબુવિ૦ ને આવી તુચ્છપદ્ધતિએ ચર્ચાના સ્વરૂપને હણતા જોઈને તેમને ઘણું લાગી આવ્યું હતું; પણ જ્યાં એમના જ બોલનો તોલ ગુમાવરાવી, રહી સહી કારકીર્દીનેય હણી નાંખવા એમનું ભાગ્ય જ એમને પ્રેરતું હોય ત્યાં બીજાઓ શું કરે ? બલ્ક પોતાની ઈજ્જત પોતેજ કારમી રીતે હણી સદાય શરમીંદપણે જીવવાનું સ્વયં દુઃસાહસ કરે એને અટકાવવા પણ કોણ સમર્થ છે? બાકી પરમેષ્ઠિના પાંચમા પદે વિરાજતા મુનિપદની મહત્તા સમજનાર મુનિવરને પણ જો મુનિપણું ઈષ્ટ જ હોય તો પોતાનું જ બોલેલું કે લખેલું અન્યથા કરવાનો તે વિચાર સરખોય ન કરે એ સ્વાભાવિક છે, જ્યારે એ જ પરમેષ્ઠિના ચોથા પદે હોવાનો સ્વયં દાવો કરનાર ઉ૦ જંબુવિ ચર્ચામાંથી છટકી છૂટવા ઉપર્યુક્ત રીતિએ પોતે પોતાનું જ બોલેલું અને લખ્યું લખાવેલું પણ મૂળમાંથી ઉખેડીને ફેંકી જ દેતાં પણ અલ્પય નખચકાય, ત્યારે તો એનું એ પદ ચોથું અને પરમેષ્ઠિમાંનું માનવા જનતાએ અન્ય દર્શનીઓના જ ગ્રન્થો શોધવા પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે. વીર ! શાસન પત્ર લાયકાત વિનાના પદધારીને માટે તે ‘ચક્રમ્ શોધ્યું નહિ હોયને? ઉપા. જંબુવિ૦ નું અંતે નાશી છુટવું.
વિહારની ચોતરફ વાત ફેલાવીનેજ ઉ0 જંબુ અટક્યા એમ નહિ. એમણે તો ફા. વ. પની વહેલી સવારે વિહાર કરી જ દીધો ! એ ગયા તો ખરા જ પણ કેવી વિદ્વત્તા ? કેવું સિદ્ધાંત દોહન ? કેવા વ્યાકરણ વિશારદ ? કેવા ન્યાયનીતિ પ્રવીણ? કેવા પદર્શન વેત્તા ? કેવા મહોપાધ્યાય ?