________________
૨૨ (૭) શ્રી કલ્પરિણાવલી, (૮) શ્રી કલ્પસુબોધિકા, (૯) શ્રી બૃહત્કલ્યભાષ્ય, (૧૦) શ્રી નિશીથભાષ્ય, (૧૧) શ્રી નિશીથચૂર્ણિ, (૧૨) શ્રી યોગવિંશિકા, (૧૩) શ્રી કલ્પઅવચૂરિ, (૧૪) શ્રી જંબૂદીપપ્રજ્ઞપ્તિ, (૧૫) શ્રી ધર્મસંગ્રહ, (૧૬) શ્રી દશાશ્રુતસ્કંધ, આ મૌલિક શાસ્ત્રોથી અને તે જ શાસ્ત્રોક્ત પાઠોથી અવિરૂદ્ધ જતી મૂલ પરંપરાથી તમો તમારો પક્ષ અમો જણાવીએ તે સ્થળે અને અમો જણાવીએ તે મધ્યસ્થો આગળ સિદ્ધ કરવા હજી તૈયાર છો ? તમારો પક્ષ અસત્ય છે તે ઉપરોક્ત શ્રી તત્ત્વતરંગિણી આદિ ૧૬ શાસ્ત્રો અને સન્માન્ય પરંપરાથી સાબીત કરવા અમો તો બેશક તૈયાર જ છીએ.
તમારા ફા. સુદ ૧૫ના ઉત્તરમાં જણાવેલી પ્રતિજ્ઞા અને ફાઠ વદ ૨ ના ઉત્તરમાં જણાવેલી પ્રતિજ્ઞામાં ફેરફાર છે એ જ પ્રમાણે તમારા સિદ્ધચક્રોમાં પણ પૂર્વાપર ઘણો જ ફેરફાર અને જૂઠાણાં આવ્યા કરે છે તેનું પણ પ્રમાર્જન કરવા તમો તૈયાર રહેશો કે ? - અમો જ્યારે શાંતિથી વાટાઘાટ ચલાવવા માગીએ છીએ ત્યારે તમારા તરફથી તમારા શિષ્યોના નામે ગંદા સાહિત્ય છપાવી જુદો પ્રચાર કરાવાય છે તે શ્રી સંઘમાં શાંતિ અને સત્ય માટેના તમારા સહેતુનો અભાવ બતાવે છે એમ અમારે દુઃખતે હૃદયે જણાવવું પડે છે. ફા. વદ ના તમારા ઉત્તરમાં તમોએ તા. ક. માં લખેલી કલમોમાં અમોને વાંધો નથી.
જંબુવિજય ઉપરોક્ત પ્રતિજ્ઞા સ્વીકાર આદિ ઉપા. શ્રીના પત્રથી તિથિ ચર્ચામાં હવે શુભ પરિણામ આવશે એવી આશા બંધાવાથી તેમજ શ્રી સંઘમાં તેથી શાંતિ થાય તો સારું એમ ધારી પૂજ્ય આ. શ્રી સાગરાનંદસૂરીવર મહારાજાએ તેમણે (ઉપાઠ એ) માગેલ માગણી પ્રમાણે પણ ચર્ચા કરી નિવેડો લાવવાનું કબુલ કરતો આ પત્ર મોકલાવ્યો -
પન્નાલાલ બાબુની ધર્મશાળા પાલીતાણા ફા. વ. ૩ શ્રી જંબુવિજયજી યોગ્ય, - શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા જે લૌકિક ટીપ્પણામાં પર્વતિથિની ક્ષય વૃદ્ધિએ આરાધનામાં તેનાથી પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે, તે શ્રી તત્ત્વતરંગિણી આદિ શાસ્ત્રોના આધારે સત્ય તરીકે સાબીત કરવાની તથા તમારા તત્ત્વતરંગિણીના અનુવાદનું જુઠ્ઠાણું સાબીત કરવાની (અમોએ) પ્રતિજ્ઞા કરી છે તે હયાત છે. .
તમોએ શ્રી તત્ત્વતરંગિણી ગ્રંથના આધારે પર્વ તિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરવી એ શાસ્ત્ર વિરૂદ્ધ છે એમ સાબીત કરવા આ પત્રમાં જ કહ્યું છે, તો અઠવાડિયામાં દિવસ જણાવી મધ્યસ્થ અને સ્થળ વ્યવસ્થા કરી જણાવવું.