________________
૧૯ બન્નેની સ્થિતિ અવિશ્વાસ પાત્ર સાબીત થઈ જાય તો તેમાં નવાઈ પામવા જેવું જણાતું નથી, અને તમારી સાથે મૌખિક નહિ પણ લેખિત જ ચર્ચા કરવા માગતા હોવાનું કારણ પણ આ જ હતું અને છે.
તમારા પ્રશિષ્ય પોતાના કાગળમાં વીરશાસન તા. ૨૨ માર્ચ ૧૯૪૦ પૃષ્ઠ ૩૮૦ ત્રીજી કોલમમાં છપાયેલા શબ્દો પોતાના હોવાનું લખ્યું છે પણ તે તો ફાગણ સુદ ૫ ગુરૂવારે અહિં શાંતિભુવનમાં બોલાયેલા શબ્દોનો ઉતારો છે, તે તેમણે ભુલવું જોઈએ નહિ.
તમારા પ્રશિષ્ય બીજું કેટલુંક જે લખ્યું છે તે તેમના જેવાને જ છાજતું હોઈ અમે ઉપેક્ષા કરીએ છીએ
લખવાની મતલબ એ છે કે - તમારે અને તમારા પ્રશિષ્યને જો આમ પોતાના બોલમાંથી અને જોખમદારીમાંથી પાછળથી છટકાં જ શોધવાં પડે તો બહેતર છે કે એવું જનતાની આંખે પાટા બાંધનારું ભભકભર્યું તેમણે તમારા નામે બોલવું જોઈએ નહિ, અને તમારે તેમને છૂટ આપવી જોઈએ નહિં
અસ્તુ.
હવે તમોએ તમારા ઉત્તરમાં લખ્યું છે કે “મુનિ શ્રી હંસસાગરજીએ તત્ત્વતરંગિણીના તમારા અનુવાદનું સુકાપણું સાબીત કરવા માટે એ વાત કરી હતી” જો અનુવાદને માટે એ વાત કરી હતી તો તે પણ અમો અમારા પત્રમાં લખી ગયા છીએ, તેમ ભલે અમારી સાથે ચર્ચા કરવી તમોને કબુલ છે? જો કે અનુવાદનું સુકાપણું કહેનારાઓને અમે કહી દીધું છે કે - તમો જુદાં લાગતાં સ્થળો સંબંધપૂર્વક જુદાં લાગવાનાં કારણોસર અમોને લખી જણાવો” પણ ન માલુમ કેમ આ ઘુંટડો તેમને ગળે ઉતરતો નથી, તમોએ તા. ૧૪-૫-૩૮ના તમારા સિદ્ધચક્રમાં અનુવાદનાં કેટલાંક સ્થળો જુદાં બતાવવાની ચેષ્ઠા કરી હતી, તમોએ તે સ્થળો તુટક આપેલાં છે તે જો તમારી ઈચ્છા થાય તો સંબંધપૂર્વક સંપૂર્ણ લખીને તે જુદાં હોવાનાં કારણો તમો અમોને લખી શકો છો.
કદાચને તમારી મરજી તેમ કરવાની ન થાય અને તમારા પ્રશિષ્ય જાહેર કરેલી, અમોએ તમોને લખી જણાવેલી, તથા તમોએ “જો કે” કરીને સ્વીકારેલી વાત અનુસાર ચર્ચાજ કરવાની તમારી મરજી થાય તો અનુવાદમાં જેટલું જુઠું સાબીત થાય તેટલું અમારે સુધારવું બાકી જેટલું સત્ય રહે તેટલું તમારે સ્વીકારવું એ શરતે તમારી લિખિત સહીથી કબુલાત ૨૪ કલાકમાં અમોને લખી જણાવશો. તમારા પ્રશિષ્ય કે બીજા કોઈને વચમાં પડવાની જરૂર નથી તેમજ અસંગત ઉત્તરો ઉપર હવે અમે ધ્યાન નહિ આપીએ અને અંગત નામ વિગેરે લખવામાં પણ પદ વિગેરે નહિ લખવાનો તમારા તથા તમારા પ્રશિષ્ય તરફથી જે અવિવેક દાખવાય છે તે યોગ્યાત્માઓ માટે અનિષ્ટ છે, તેની નોંધ લેશો.
લી. જંબુવિજય ઉ૦ જંબુવિ પ્રથમના પત્રથી ચર્ચામાંથી છટકી જવા જ માગતા હોવાથી, અને ઉપરના ‘બીજા પત્રથી પોતે તો ચર્ચા કરવા તૈયાર જ છે એવો મેઘાડંબર દેખાડી ચોર કોટવાળને દડે તેમ ખોટા જ આરોપો મૂકવા માંડી ચર્ચાને ગુંગળાવી જ નાખવાનો પ્રયાસ કરતા તેમની