________________
૧૮
५० આચાર્યદેવેશશ્રીના પત્રના જવાબમાં ચર્ચામાંથી છટકવા ઉપા૰ જંબુવિ એ પૂર્વ આચાર્યદેવેશશ્રી ઉપર ખોટા જ આરોપો કેવી રીતે ઘડી કાઢ્યા, તેમજ મુનિશ્રી હંસસાગરજીના પત્રને પૂ॰ આ દેવેશશ્રીના જ પત્રના જવાબમાં સંડોવીને કેવી રીતે ગુંગળાવ્યો તે વાત ખુલ્લી કરતો ઉપાજંબુવિનો પત્ર નીચે મુજબ;
મુ પાલીતાણા, ઠે. શાન્તિભુવન. ફાગણ વદી ૨ સોમવાર.
આચાર્ય શ્રીમાન સાગરાનંદસૂરીજી,
યોગ્ય લખવાનું કે તમારા ઉપર ફા. સુ. ૧૫ શિનવારે નીચે પ્રમાણે કાગળ મોકલ્યો હતો :(જે પત્ર ઉપા૰ જંબુવિ એ પ્રથમ મોકલ્યો તે ઉપર છપાયેલ છે.)
આ પત્રનો તમોએ તે જ દિવસે નીચે પ્રમાણે ઉત્તર મોકલ્યો છે :-.
( જે ઉત્તર પૂ. સાગરજીમહારાજે મોકલ્યો તે ઉપર છપાયેલ છે.)
અમોએ તમોને કોઈપણ નિરર્થક ઈશ્યુ કાઢ્યા વિના શુદ્ધ હૃદયે મુદ્દાનો ઉત્તર આપવાની વિનંતિ કરેલી હતી છતાં તે પ્રમાણે તમો તમારી કાળજીની પદ્ધતિ અનુસાર નથી જ આપી શક્યા એ ખેદનો વિષય છે.
તમાર ઉત્તરમાં પક્ષ પ્રતિપક્ષ કે પ્રતિજ્ઞા આદિની મડાગાંઠ તમારે નાખવી જોઈતી ન હતી તમારા પ્રશિષ્યના કથનનો અમોએ તમોને જે હવાલો આપ્યો હતો તે પ્રમાણે તમોને કબુલ છે કે નહિં ? એટલો જ ખુલાસો જણાવવાની તમારે જરૂર હતી.
તમારા ઉત્તરમાં તમોએ લખ્યું છે કે “જો કે મુનિ શ્રી હંસસાગરજીએ તત્ત્વતરંગિણીના તમારા અનુવાદનું જુદાપણું સાબીત કરવા માટે એ વાત કરી હતી” આથી હંસસાગરજીના શબ્દોનો અમોએ આપેલો હવાલો સત્ય છે એમ તો તમોએ સ્વીકાર્યું પણ તે અનુવાદનું જુદાપણું સાબીત કરવા માટે એમ લખીને તમોએ તિથિચર્ચાના મુદ્દામાંથી ખસવાનું છટક બારૂં શોધ્યું છે. ફાગણ વદ ૧ રવિવારના સાંજે તમારા સદર પ્રશિષ્ય તરફથી અમોને એક પરબીડીયું મોકલવામાં આવ્યું છે તેમાં તેમણે લખ્યું છે કે - “આપ જણાવો તે સ્થળે, આપ જણાવો તે મધ્યસ્થ આગળ, આપ જણાવો તેમની સાથે શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થના જ આધારે પૂ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ચર્ચા કરવા તૈયાર છે.” આ શબ્દો મારે કહેલા તરીકે જણાવેલા છે તેમાં તમે લીટીવાળા અક્ષરો ચર્ચામાંથી છટકી જવા માટે જાણી જોઈને લખેલા છે, એટલી બિના તે પ્રમાણે કબુલ રાખીને તમો જે “અનુવાદનું જુદાપણું સાબીત કરવા માટે” વાત કરી હોવાનું લખો છો તે જુઠ્ઠું છે એમ દેખાડી આપ્યું છે, વળી તમોએ તમારા કાગળમાં જેટલો સ્વીકાર કર્યો છે એ જોતાં તમારા પ્રશિષ્ય જે “આપ જણાવો તેમની સાથે” તથા “ગ્રન્થના જ” એટલા શબ્દો ચર્ચામાંથી છટકી જવા માટે જાણી જોઈને અમોએ લખ્યા હોવાનું કહે છે તે જુદું છે એમ સ્પષ્ટ માલુમ પડી આવે છે. આથી તો બુદ્ધિમાન સમાજમાં તમો ગુરૂ શિષ્ય