________________
૧૭
તા.ક. શાસ્ત્રના પાઠના અર્થમાં જે વિવાદ રહે તેનો નિર્ણય ભાવનગર જેવા સ્થાનેથી બોલાવેલા તટસ્થ વિદ્વાનો આપે તે બન્ને પક્ષે કબુલ રાખવો, સ્થાન અને વખત પ્રતિજ્ઞા આવેથી લખાશે.”
આનન્દસાગર
ઉપા૰ જંબુ વિ૰ એ એમના પત્રમાં મુનિશ્રી હંસસાગરજીના નામે, ‘આપ (એટલે ઉપા૰ જંબુવિજયજી) કહો તેમની સાથે’ અને ‘તત્ત્વતરંગિણી ગ્રન્થના જ’ એ શબ્દો ઘરના ઘાલી પોતે (ઉપા. જી) ચર્ચામાંથી છટકી જવા જે તર્કટ રચ્યું તે (શબ્દો)નો ઈન્કાર કરી તેવા જુઠ્ઠાણાંથી વિરમાવવા અને ચર્ચામાં તૈયાર રહેવા તેમના ઉપર નીચેનો પત્ર મુનિ શ્રી હંસસાગરજી મહારાજે મોકલ્યો તેની નકલ. પાલીતાણા પન્નાલાલ બાબુની ધર્મશાળા ફા. વ. ૧
શ્રી જંબુવિજયજી યોગ્ય
તમોએ ફાગણ સુદ ૧૫ના દિને પૂ॰ આચાર્ય શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજીની ઉપર લખેલ પત્રમાં “આપ જણાવો તે સ્થળે, આપ જણાવો તે મધ્યસ્થ આગળ, આપ જણાવો તેમની સાથે, શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થના જ આધારે પૂ. શ્રી સાગરજી મહારાજ ચર્ચા કરવા તૈયાર છે” આ શબ્દો મારા કહેલા તરીકે જણાવેલા છે, તેમાં તમે લીટીવાળા અક્ષરો ચર્ચામાંથી છટકી જવા માટે જાણી જોઈને લખેલા છે, મારા શબ્દો તો તમારા વીર(?) શાસન તા. ૨૨ માર્ચ ૧૯૪૦માં પૃષ્ઠ ૩૮૦ કોલમ ત્રીજામાં “અથવા તો આપ પસંદ કરો તે સ્થળે અને પસંદ કરો તે તટસ્થો હાજરીમાં ચર્ચા કરવા પૂર્વ આચાર્ય મહારાજને વિનંતિ કરું” એમ છપાયેલા છે તે જ છે, માટે જો જુઠ્ઠા લખનાર અધમોમાંથી નીકળવા માંગતા હો તો આ તર્કટ રચવા બદલ સત્વર માફી માગો,
પૂજ્ય આચાર્યદેવ ઉપર લખેલા પત્રમાં કથન અકથનનો ઈસ્યુ કાઢવાનો તમે વિના પ્રસંગે જ નિષેધ કરેલ છે, તે પણ તેની સાબીતી જ છે. શ્રીતત્ત્વતરંગિણીનો તમે કરેલ અનુવાદ જુઠ્ઠો છે, એમ કહેનાર મારી કે કોઈની પણ આગળ તેની સત્યતા સાબીત કરવાની તેના કર્તા તરીકે તમારી ફરજ છે, અને તેમાંથી તમો યદી જુઠ્ઠા ન હોય તો છટકી શકો જ નહિં.
તા.ક. પૂજ્ય આચાર્યદેવેશે તમારી જુદી ચેલેન્જનો પણ ઉત્તર આપીને ચર્ચા કરવા તૈયારી બતાવી લિખિત સ્વીકાર કરીને જવાબ તમને પહોંચાડેલ જ છે, માટે ચર્ચાના માર્ગમાં આ વાતને કે બીજા પણ બહાનાં આગળ ધર્યા વગર ચર્ચાની પ્રતિજ્ઞા તેઓશ્રીને લખી જણાવશો, એમાં મારે કહેવાનું હોય નહિં.
લિ. મુનિ હંસસાગર સહી દઃ પોતે.