________________
૧૬
પક્ષો વર્તે તેવા બંધારણ પૂર્વકની જ લેખિત ચર્ચાને એ આવકાર દાયક ગણનાર છે, એ દરેક ગઈકાલનું જ ગણાતું લખાવેલું-ઉપા૰ જંબુવિ ભૂલી જઈને પાછી મૌખિક ચર્ચાની પણ તૈયારીનો આડંબર બતાવતાં નહિં શરમાતાં પૂ॰ આચાર્ય દેવેશ શ્રી ઉપર પોતાની જ સહીથી એક પત્ર લેખે છે તેની નકલ.
શાંતિભુવન પાલીતાણા. ફા. સુ. ૧૫
આચાર્ય શ્રીમાન્ સાગરાનન્દસૂરીજી
“યોગ્ય લખવાનું કે આપના પ્રશિષ્ય મુનિ શ્રી હંસસાગરજી તરફથી ફાગણ સુદ ૫ ગુરૂવાર તા. ૧૫-૩-૪૦ને રોજ તેમજ ફાગણ સુદ ૧૨/૧૩ ગુરૂવાર તા. ૨૧-૩-૪૦ને રોજ ઘણા સંઘ સમુદાય સમક્ષ ફિંડિંમ નાદે જાહેર કર્યું છે કે “આપ (એટલે અમો) જણાવો તે સ્થળે, આપ જણાવો તે મધ્યસ્થો આગળ, આપ જણાવો તેમની સાથે, શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થના જ આધારે, પૂ શ્રી સાગરજી મહારાજ ચર્ચા કરવા તૈયાર છે” આ ઉપર લખી હકીકત પ્રમાણે મુનિ શ્રી હંસસાગરજી મહારાજે કહી છે કે નથી કહી એવો કોઈ પણ જં નિરર્થક વિ. ઈશ્યુ કાઢ્યા વિના શુદ્ધ હૃદયે આપને કબુલ છે કે કેમ ? અને તેવી ચર્ચાને અન્તે મધ્યસ્થો જે નિર્ણય આપે તે માન્ય રાખી તદનુસાર આપની પ્રવૃત્તિ યદિ સુધારવા યોગ્ય લાગે તો સુધારવા આપ બંધાઓ છો કે કેમ ? તેનો આપની સહીથી લિખિત ઉત્તર ૨૪ કલાકમાં આપવા કૃપા કરશો. આપનો જવાબ જો રીતસર હકારમાં આવશે તો આ સંબંધી શ્રી સંઘમાં શાંતિ સ્થાપવા માટે ઉપયોગી થાય તેવાં પગલાં આગળ ભરવાનું યોગ્ય કરી શકાશે.
લી. જંબુવિજયજી સહી. દઃ પોતે
કહેવાતા વીરશાસનનાં તાજાં અને જુઠાં જ લખાણ મુજબ ‘આ પક્ષે ધીંગાણું કે ધમાલ કરી તે સત્યથી સદંતર જ વેગળું છે એમ તેરસ પછીનો શ્રી જંબુવિ. નો આ પત્ર સાબીતિ આપે છે. ધીંગાણું કરનાર સાથે કોણ એવો મૂર્ખ હોય કે પત્ર લખે અને ચર્ચા કરવાનો આડંબર પણ કરે ? એ પત્ર લાવનાર ગૃહસ્થ સાથે તુર્ત જ જે જવાબ મોકલ્યો તે નીચે મુજબ
પાલીતાણા પન્નાલાલની ધર્મશાળા ફા.સુ. ૧૫.
શ્રી જંબુવિજયજી
યોગ્ય, લખવાનું કે “લૌકિક ટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં તેના પહેલાંની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે, તે શાસ્ત્ર (તત્ત્વતરંગિણી આદિ) અને પરંપરાથી સાબીત કરવા તૈયાર છીએ, તમે જો ટીપ્પણાની અંદર પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે આરાધનામાં પણ પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ માનવા, એવું શાસ્ત્ર (તત્ત્વતરંગિણી)ના આધારે સાબીત કરવાની પ્રતિજ્ઞા લખી કે જણાવો, જો કે મુનિશ્રી હંસસાગરજીએ તત્ત્વતરંગિણીના તમારા અનુવાદનું જુદાપણું સાબીત કરવા માટે એ વાત કરી હતી.