________________
૧૫
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
અમો તો આવા પામરોની ઉપેક્ષા જ કરીયે છીએ, આવા ધૃણાસ્પદ માર્ગનું શરણ શોધવા કરતાં જુકાઓનાં જુકાણાં જ સુધરાવવા એ મથે તો આવકારદાયક ગણાત. સિવાય તો એ પત્ર વૈર-શાસન જ લેખાય. ઉપરના હેવાલથી ઉશ્કેરાઈને પૂ આ શ્રી સાગરાનંદસૂરીશ પ્રતિ “દુરાગ્રહમાં પડેલા, ધીંગાણું મચાવનાર, ધાંધલ કરનાર, ગુંડાગીરી કરનાર, વિવેક ભ્રષ્ટ બનેલા, ટોળારૂપ ગણાતા, પડદા પાછળ રહેનારા, શેતાનનેય શરમાવનારા, યથેચ્છ બકવાદ કરનારા, શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતા ધરાવનાર, દંભમય આચરણો કરનારા, હીચકારા હુમલા કરનારા, પ્રપંચ કરનારા, બારી શોધી છટકનારા, એકલા અટુલા, કિંમત વગરના, કિન્નાખોર, શેતાન, ગુંડાનું શરણ શોધનાર, કાવત્રાં કરનાર, અધમ દશાએ પહોંચેલા” વિગેરે એ જ તારીખના વીરશાસન પત્રે જણાવેલાં વિશેષણો એ નૂતન પંથના સંચાલકોને જ ઘટે છે, એ સાદી વાત હવે તો જનતા સહેલાઈથી સમજી શકે તેમ હોવાથી અમારે કંઈ કહેવું રહેતું જ નથી. એમનું જેવું હૃદય છે તે જ આજે વાચા દ્વારા પ્રગટ થયું છે, તો એ વાચા મુજબના જ એનાં દરેક વર્તનો છે એ વાત જનતા હવે પણ જાણી લ્ય તો હજુ મોડું થયું નથી. તે જ દિવસના તે પત્રમાં વીરશાસન તા. ૯-૧૧-૩૬નો વધારો પ્રગટ કરી તેણે જનતાની આંખે ફરીથી પાટા બાંધવાનું ભયંકર તર્કટ જ કરેલ છે, તિથિ ચર્ચાનો જ્યારે જ્યારે પ્રસંગે ઉપસ્થિત થયો છે, ત્યારે તેઓને ખુલ્લો પડકાર પૂ. આચાર્ય દેવેશે કર્યો જ છે, એ સારીય જનતાને સુવિદિત હોવાથી તેમજ તે વખતે કરેલા સખ્ત પ્રતિકારો અને એ વર્ગને એની જવાબદારીમાં ઉભા રહેવા પાડેલી જોસભેર ફરજોના થોક બંધ હેવાલો પ્રસિદ્ધ થઈ ગયેલા પડેલાં જ હોવાથી એ વાતનું પિષ્ટપેષણ અમે કરવું ઉચિત ધાર્યું નથી. વળી તે વીરશાસન પત્રમાં પ્રસ્તુત પ્રકીર્ણના મથાળા નીચે નિશાળે ફરી બેસવાની જરૂર કોને માટે છે?” એવું હેડીંગ કરી તેની નીચે પૂ. આચાર્ય દેવેશ પ્રતિ જે તદન અસંગત અને અસભ્યતા પૂર્ણ ભાંડણનીતિથી ભરપૂર લખાણ કરેલ છે તે તે લોકોની મૂર્ખ વરેણ્યની કલગીજ છે. શ્રી સિદ્ધચક્ર પાક્ષિકમાંની નિર્દોષ અને સત્યપૂર્ણ સચોટ સમાલોચનાનો આવી અધમ રીતે પ્રતિકાર કરનાર પામરો આવાં ગંદા લખાણો દ્વારા કાગળ જ કાળા કરવાને પરિણામે ભયંકર ભવાટવીમાં રખડતા બચે એ જ ઈચ્છવું રહ્યું.
એક વખત મૌખિક ચર્ચાની તો ના જ કહેનાર લિખિતમાં પણ મતભેદવાળા બધાય પક્ષોનું પ્રતિનિધિત્વ ધરાવતી જવાબદાર વ્યક્તિ વચ્ચે અને યોગ્ય મધ્યસ્થોની રૂબરૂ તેમજ એ જ મધ્યસ્થીની જ જવાબદારી માગનાર હોઈને, તેણે જ આપેલ ચૂકાદા અનુસાર સમસ્ત સંઘ અને મતભેદવાળા બધાય