________________
(ઉપાટ જંબુવિની) બદધારણાને એના મનમાં જ રહેવા દેવાની ફરજ પાડનાર એક પત્ર લખી પૂ. આ. દેવેશે આ વાતને નહિં ડોળતાં એમને ચર્ચામાં જ ઉભા રહેવા “પ્રતિજ્ઞા જ બહાર પાડો” એમ ફરીથી પણ જણાવ્યું તે પત્રની નકલ નીચે મુજબ.
પન્નાલાલ બાબુની ધર્મશાળા પાલીતાણા ફા. વદ - ૨ શ્રી જંબુવિજયજી યોગ્ય, છે. અમે યોગ્ય પ્રતિજ્ઞા લખી મોકલ્યા છતાં તમો પ્રતિજ્ઞા કરવામાં નિષ્ફળ નીવડ્યા છો, શાસ્ત્ર અને પરંપરાથી પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ એ અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરાય છે, તેની અસત્યતા સાબીત કરવાની તમે પ્રતિજ્ઞા કરતા નથી એ તમારા પત્રથી સાબીત થાય છે.
તા.ક. (૧) ચર્ચા વખતે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બન્નેનાં વચનો લિખિત થાય એ તો સ્વાભાવિક જ હતું.
(૨) શ્રી તત્ત્વતરંગિણીના અનુવાદના જુઠ્ઠાણાં પણ તે વખતે જણાવવા માટે અમો તૈયાર હતા અને છીયે.
આનન્દસાગર આચાર્યપદને માન્ય રાખવાને અંતે પૂ. આચાર્યદેવેશશ્રીને આચાર્ય લખ્યા છતાં વંદના લખવાનો ઉપરના પણ પત્રમાં વિવેક વેચનાર ઉપા. જંબુ વિ. પ્રાકૃતજનની માફક પોતે જ પોતાને માટે વિશેષણની યાચના કરતા જોઈ કોને ખેદ ન થાય? આમ છતાં એ તુચ્છતાને ઉવેખીને એ પત્રમાં બીજા પણ અઘટિત આરોપો ઘડી કાઢીને ચર્ચામાં શિષ્યાદિ નહિં જોઈએ એવું બેહુદું વદનારને ચર્ચામાંથી તો છટકવા દેવા જ નથી એમ નિશ્ચય કરી મુનિશ્રી હંસસાગરજી મહારાજે પણ એની અગડ બગડે વાતોને અનિચ્છાએ પણ કબૂલ રાખીને ઉપા જંબુ, વિને ચર્ચામાં જ હાજર થવા ફરજ પાડનારો જે પત્ર લખી મોકલ્યો તેની પણ નકલ નીચે મુજબ -
પાલીતાણા પન્નાલાલબાબુની ધર્મશાળા ફ. વ. ૩ શ્રી જંબુવિજયજી યોગ્ય
શ્રી તત્ત્વતરંગિણી ગ્રંથને અમો સત્ય માનીએ છીએ જ, અને તમો તમારા અનુવાદનાં જુઠ્ઠાણાં સુધારી સત્ય સ્વીકારવા તૈયાર છો તો અઠવાડિયાની અંદરનો કોઈપણ દિવસ જણાવી સ્થળ તથા મધ્યસ્થોની ગોઠવણ કરી જાહેર કરો.
તમો એમ જાહેર કરો તો હું તો તૈયાર છું છતાં તમો ના કહેતા હોવાથી પૂ. આચાર્ય દેવેશ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મને તમારાં જુદાણાં સાબીત કરવા વિનંતિ કરી છે અને તેઓશ્રી તૈયાર છે.