________________
૧૨
ચર્ચા તિથિવાદને માટે છે એમાં મતભેદવાળા તપાગચ્છના બધાય પક્ષોનું પ્રતિનિધિત્વ ધરાવતી જવાબદાર વ્યક્તિઓ વચ્ચે યોગ્ય મધ્યસ્થોની રૂબરૂ (મધ્યસ્થોની) જવાબદારીપૂર્વક મતભેદવાળા વિષયોની લેખિત ચર્ચા થઈને સરપંચ (મધ્યસ્થમાંના) નો જે જે ચૂકાદો આવે તે સમસ્ત સંઘ અને મતભેદવાળા પક્ષો તે નિર્ણય અનુસાર વર્તે તેવા બંધારણપૂર્વકની લેખિત ચર્ચા થાય તે આવકાર દાયક લેખાય.’
આ પછી ઉ૰ જંબુવિજયજીને વાટાઘાટને અંતે મુનિશ્રી હંસસાગરજી મ૰ તરફથી આ પ્રમાણે વિનંતિ કરવામાં આવી કે - “હવે આપને અમારા તરંફથી આગ્રહ ભરી વિનંતિ કરીએ છીએ કે આજે મોતીસુખીયાની ધર્મશાળામાં પૂજ્ય આચાર્ય મહારાજા આરાધનામાં પર્વતિથિનો ક્ષય વૃદ્ધિ માનનાર પક્ષ જુઠ્ઠો છે એમ સાબીત કરવા સર્વેને ટેલદ્વારા આમંત્રણ આપી જાહેર ચર્ચા કરવાના છે, ત્યાં આપને પધારવા અમારી સાગ્રહ વિનંતિ છે ત્યાં પધારવામાં બાધ કરનારાં કોઈપણ કારણ રજુ કરો તેને વિચારવાનું પછીથી રાખીને હું આપને બીજી પણ વિનંતિ કરું છું કે આવતી કાલથી પણ આપને જો પૂ॰ આચાર્ય મહારાજ પાસે પણ ચર્ચા કરવી હોય તો આપ કહો તો પૂ॰ આચાર્ય મહારાજને અહિં પણ લાવું અથવા આપને પન્નાલાલમાં પધારવા વિનંતિ છે અથવા તો આપ પસંદ કરો તે સ્થળે અને પસંદ કરો તે તટસ્થોની હાજરીમાં ચર્ચા કરવા પૂ આ મને વિનંતિ કરું જેના જવાબમાં આપ ફરમાવો છો કે મારે મૌખિક ચર્ચા કરવી જ નથી, લેખિત કરવી છે.”
આ દરમિયાન જ આ ‘તિથિચર્ચા માટે શેઠ મોતીસુખીયાની ધર્મશાળામાં બપોરના ત્રણ વાગે (ફા.સુ. પના દિને) પૂ. આચાર્યદેવેશશ્રીનું તિથિચર્ચા સંબંધી જાહેર પ્રવચન છે તેની ઉદ્દઘોષણા કરતી થાળી આખાય શહેરમાં વાગી તેમાં નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું કે :
“આજે બપોરે ત્રણ વાગે શેઠ મોતીસુખીયાની ધર્મશાળામાં પૂર્વ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ આરાધનામાં પર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરવી એ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ છે એ સાબીત કરશે માટે સર્વે પધારશો”.
તે પછી પૂ॰ આચાર્યદેવેશે પણ બબ્બે વખત સાધુઓને મોકલી જાહેર પ્રવચનમાં આવવા કહેવડાવ્યું. છતાં ઉ૰ જંબુવિ. ન જ આવ્યા. ત્યારે ચાર વાગે શાસનપક્ષની અનેક સમાધાનપૂર્વક શાસ્ત્રથી ચાલતી પરંપરા સિદ્ધ કરી.