________________
-
-
-
-
-
-
-
૧૩ * * * * * * * * * * * * * * * ચોક અને કદંબગિરિના કારસ્થાનનો ઘેટીમાં પડઘો
* આટ આટલી જાહેરાત કર્યા છતાં, બોલાવ્યા છતાંય ન આવેલા ઉ૦ જંબુવિ એ પાલીતાણેથી ફા.સુ. ૯.ના દિને બારગાઉ ગયેલ સંઘમાં ચોક તથા કદંબગિરિ મુકામે નિષ્ઠયોજને જ (પોતે સાચા છે એ ઠરાવવા) કરેલ તિથિચર્ચાની દોઢ દોઢ કલાક છેડતીને પરિણામે છગાઉ પ્રદક્ષિણા કરીને ફા. સુ. ૧૩.ના દિને આદપર મુકામે એકત્રિત થયેલા બહોળા ચતુર્વિધ સંઘ સમક્ષ એમને તથા એમના જુદા જ અનુવાદને મુનિટી હંસસાગરજી મહારાજે ડિડિમનાદે જુબ જ જાહેર કરીને, અદ્યપર્યત ઉ0 જંબુધિ. પાસે જઈને જે જે વાતો કરી હતી તે તથા તે તે વાતોની જવાબદારીમાંથી છટકી છૂટવા તેમણે કરેલાં 2ડાં વર્તનો તથા અમુક ઉત્તરો અને લખાણો પબ્લીકને સાફ શબ્દોમાં જણાવ્યાં હતાં. તેમજ હું આ જાહેર પણ બોલું છું તે જુદું જ છે એમ જનતાને સમજાવવાની ઉ૦ જંબુવિ૦ ની ફરજ હોવા છતાં તેઓ મૌન જ રહ્યા જાણી મુનિશ્રી હંસસાગરજી મહારાજે છે તે જુઠાણાં અહિં બહોળા સંઘ સમક્ષ જ સમજી લેવાની ઉ૦ જંબુવિ ને એક ફરીવાર વિનંતિ કરી ! પણ બોલે જ કોણ? આવી નરી ધીઠાઈ ક્યાંથી અને શ્યાથી ? એ જ વિચારમાં પાંચેક હાજરની જનમેદની ક્ષણભર ગરકાવ બની ગઈ! દૂર બેઠાં ચેલેંજોની બેડસાઈ મારનારા ઉન્માર્ગ ગામીઓની દશા સમાગમ પ્રસંગે તો તદન કંગાળ જ છે, એવું પ્રત્યક્ષ અનુભવ્યા પછી તો માણસો વિચાર કરેજ ને? આવા સખ્ત પરાજયથી એ વખતે ઉપા. ના મુખ પર અજબ ગ્લાની પથરાઈ. અદ્યાપિ પર્યત જુઠાં જ લખાણો કરી સમાજને વ્યગ્ર બનાવી ઉન્માર્ગે ચડાવવાના પાપનું એ પ્રત્યક્ષ ફળ જ હોવાથી એ પ્રસંગે એમનાથી બીજું થાય પણ શું? ગ્લાન અને પ્લાન એ આકૃતિએ ક્રમે ભીષણરૂપ પકડ્યું. એ જોઈ મુનિશ્રી હંસસાગરજીએ જાહેરને વિનંતિ કરી કે એમને ચર્ચા કરવા ન જ ઉઠવું હોય તો તેમ જાહેર કરે ? તો પણ ઉ૦ જંબુવિ ન બોલ્યા. એ સાધુને ન છાજે !
દૂર બેઠા જુઠાં લખાણો અને જુઠી ચેલેંજો કરી શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધ ચાલી નવો જ માર્ગ સ્થાપી સમાજને ઉન્માર્ગે દોરવાના ચડસે ચડી ભવ્યજનોને ડૂબાડવાનો ભયંકર પાપખેલો કરે અને સમક્ષમાં ચૂપકીદી પકડી બેસે, એ વેષધારી અસાધુને છાજે; આપણે તો જવાબ આપવો જ ઘટે. એમ પણ જાહેરને જણાવ્યું. આમ છતાંય એ નતો ઉડ્યા કે નતો કાંઈ બોલ્યા. આથી મુનિશ્રી હંસસાગરજી મહારાજે એના ચોતરફથી ગભરાયેલા દિલને આશ્વાસન આપવા બીજો જ માર્ગ નિર્દેશ કરતાં ફરમાવ્યું