________________
૧૧ • • •
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
ઉપા. જંબુવિજયજીની પ્રચારવાણી
હવે ઉપાટ જંબુવજિયજી આ અરસામાં આગળના અને આ તાજા બનેલા પ્રસંગથી જનતામાં પ્રચાર કરવા મંડી ગયા, કે આવાં ચીઠાં શું કામ મોકલે છે ? ચર્ચા કરવી હોય તો આવે? અહિં ચોકી બાકી છે? પઠાણો બેઠા છે? દરવાજા ખુલ્લા છે. આમ કહેવું શરૂ કર્યું. તેય પણ અનેક સ્થાને! એમ જાણ્યા પછી એક સાધુદ્વારા “શ્રી હંસસાગરજી અહિં આવે ? એમ પૂછાવતાં “ખુશીથી આવે? એમ જવાબ આપવાથી મુનિ હંસસાગરજી શાંતિભવનમાં ગયા. “ચર્ચા માટે મેં બોલાવ્યા નથી' મારે મૌખિક ચર્ચા કરવી જ નથી, અને લેખિત જ કરવી છે, તેય પણ લખી મોકલો, વિગેરે ઘણી આડી વાતો કરી મુનિશ્રી હંસસાગરજીએ એમનું મંતવ્ય લખાવવા માંગવાથી પોતે સ્વમંતવ્ય રજુ કરવાનું કહીને નીચે પ્રમાણે લખાવ્યું. ઉ૦ જંબુવિજયજીએ લખાવ્યું કે :
મૌખિક ચર્ચા કરવી નથી અને લેખિત ચર્ચા કરવી છે, જે જે પર્વતિથિ પ્રકાશમાં ભૂલો લાગતી હોય તેનાં કારણોસર તે નોંધીને આપો પછી વિચાર કરી જવાબ આપીશું અને પૂછાવા જેવું હોય તે પૂછાવીશું જવાબ આપવા જેવું નહિ હોય તો નહિ આપીએ.” તેના ઉત્તરમાં મુનિશ્રી હંસસાગરજીએ જણાવ્યું કે :
“આપ ભૂલવાળાં લખાણો માગો છો તો તે લખાણો આપના તરફથી છપાયેલા આપની બુકમાં હોવાથી આ હું આપની પાસે રજુ કરું છું, છતાં આપે લખવાનું શું બાકી રહે છે ? હું આ આપના લખાણોને તત્ર જુઠાં કહું છું અને તે બદલ મારી આપની પાસે માંગણી છે કે આપ મને શાસ્ત્રની કોઈપણ પંક્તિ આપીને તે તે લખાણો શાસ્ત્ર દૃષ્ટિએ સાચાં છે તેમ સાબીત કરી આપો, જેથી સાબીત થયે વિના આગ્રહે હું આપની પાસે મિચ્છામિ દુક્કડં માગીશ. . આ પ્રમાણે મુનિશ્રી હંસસાગરજીએ વાત કહ્યા છતાં પણ તેઓશ્રીનો ઉપર પ્રમાણે જ જવાબ છે, એમ જણાવ્યું.
લેખિત ચર્ચા પણ તમારે કઈ રીતે કરવી છે, એમ પૂછતાં ઉપાટ જંબુવિજયજીએ લખાવ્યું